સુરત : શહેરમાં સસરા અને પુત્રવધૂના સોશિયલ મીડિયામાં મોર્ફ કરેલા બીભત્સ ફોટો વાય૨લ થતા ચકચાર મચી ગઇ છે. આ પ્રકરણમાં સુરત સાઇબર સેલ દ્વારા વેલંજાની રામવાડી સોસાયટીમાં રહેતા તબીબ હરેશ બેલિડયાની ધરપકડ કરી છે. દોઠ વર્ષ પહેલાં એક નર્સે નોકરી છોડી હતી તે નર્સનો સીમકાર્ડનો  દુરુપયોગ કરી એડિટેડ ફોટો ગ્રૂપમાં વાયરલ કર્યા હતા. આધેડ બિલ્ડર સસરા તેમજ પુત્રવધૂને બદનામ કરવાનું ષડયંત્ર રચ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત જિલ્લાના વેલંજા ખાતે રહેતા 50 વર્ષીય આધેડ બિલ્ડર સસરા તેમજ પુત્રવધૂનો મોર્ફ કરેલા બીભત્સ ફોટો સુરત સ્થિત મિત્રવર્તુળ ગ્રૂપમાં ફરતો થયો હતો. આ ઉપરાંત સ્થાનિક ચેનલ અને સ્થાનિક અખબારોના નામથી બ્રેકિંગ ન્યૂઝ તરીકે પ્લેટ બનાવી વાયરલ થતા ચકચાર મચી ગઇ હતી. 



(ઝડપાયેલો આરોપી ડોક્ટર)


ઘટનાને પગલે બિલ્ડરે ફરિયાદ દાખલ કરાવી હતી. જેની પોલીસ તપાસ થતા આ હરકત પાછળ વેલંજાના તબીબનો હાથ હોવાનું સામે આવ્યું હતું. બિલ્ડર દ્વારા પણ આ જ ડોક્ટર વિરુદ્ધ આક્ષેપો કરાયા હતા. આઇ.ટી. એક્ટ હેઠળ કામરેજ પોલીસને ફરિયાદ કરવામાં આવી હતી. આ તબીબ વિરુદ્ધ ભૂતકાળમાં પણ ગુનો નોંધાઇ ચૂક્યો હોવાની સાથે આ બિલ્ડર જે સોસાયટીમાં રહેતા હતા. આ તબીબનું પણ એક ઘર હોવાનું અને તેને લઇને માથાકૂટ ચાલી રહી હોઇ સીધી શંકા તેની ઉપર જ વ્યક્ત કરવામાં આવી હતી.


ડોકટરે અન્ય સીમકાર્ડનો ઉપયોગ કરીને બદનામ કરતો હતો. હાલ તો ડો. હરેશ બેલિડયાની ધરપકડ કરી હતી. બિલ્ડરે ફેસબુક ઉપર મૂકેલા પરિવાર સાથેના ગ્રૂપ ફોટોમાંથી માત્ર આ બિલ્ડર અને પુત્રવધૂનો ફોટો કટ કરી પુત્રવધૂના ચહેરા સાથે નીચે અર્ધનગ્ન સ્ત્રીનું શરીર પર મોર્ફ કરી દીધું હતું.