અમદાવાદઃ અમદાવાદમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. છેલ્લા 15-20 દિવસથી દરરોજ 250-300 કેસ નોંધાઈ રહ્યાં છે. મંગળવારે સાંજથી બુધવારે સાંજ સુધી 24 કલાકમાં નવા 256 કેસ નોંધાયા છે. આ સાથે જિલ્લામાં કુલ સંક્રમિતોની સંખ્યા 11 હજારને પાર પહોંચી ગઈ છે. અમદાવાદ જિલ્લામાં અત્યાર સુધી કુલ 11097 કેસ નોંધાયા છે. તો ગુજરાતમાં કોરોનાથી સૌથી વધુ મૃત્યુ પણ અમદાવાદમાં થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુ 19 લોકોના મૃત્યુ
છેલ્લા 24 કલાકમાં 19 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આમ જિલ્લામાં અત્યાર સુધી 764 લોકોના મૃત્યુ થઈ ચુક્યા છે. તો અત્યાર સુધી કોરોના વાયરસની સારવાર બાદ 4950 લોકો સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ 327 દર્દી ડિસ્ચાર્જ થયા છે. 


રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત
રાજ્યભરમાં છેલ્લા 24 કલાકમાં 376 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં 256, સુરત 34,  વડોદરા 29, મહીસાગર 14, વલસાડ 10, સુરેન્દ્રનગર 6, ગાંધીનગર 5, નવસારી 4, રાજકોટ 3, આણંદ, પાટણ, કચ્છ તથા અન્ય રાજ્ય બે-બે, ભાવનગર, મહેસાણા, પંચમહાલ, બોટાદ, છોટાઉદેપુર, પોરબંદર અને અમરેલી ખાતે એક-એક કેસ નોંધાયો છે. 


કોરોના વોરિયર બન્યા NCC કેડેટ્સ, રાજ્યભરમાં કર્યું 25000 માસ્કનું વિતરણ


રાજ્યમાં અત્યાર સુધી 15202 કેસ નોંધાયા 
ગુજરાતભરમાં અત્યાર સુધી 15202 કેસ નોંધાયા છે. હાલ રાજ્યમાં 6720 એક્ટિવ કેસ છે. જેમાંથી 92 દર્દી વેન્ટિલેટર પર છે. તો અત્યાર સુધી 7547 લોકો સારવાર બાદ ડિસ્ચાર્જ થયા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર