ઝી બ્યુરો/ગાંધીનગર: હાલમાં રાજ્યની 76 નગરપાલિકામાં વહીવટદારને શાસન સોંપાયો છે. ઓબીસી તપાસ પંચનો રિપોર્ટ ન આવતા આ નિર્ણય લેવાયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઋષિકુમારોના નામે ટીમ, સંસ્કૃતમાં કોમેન્ટ્રી, ચોગ્ગા છગ્ગા પર બોલાશે વૈદિક મંત્રો


ગુજરાત રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સામાન્ય ચૂંટણી યોજવાની હોય છે. પરંતુ કે.એસ. ઝવેરી નિવૃત મુખ્ય ન્યાયધીશના અધ્યક્ષ સ્થાને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અન્ય પછાત વર્ગો માટેની બેઠક નક્કી કરવા માટે સમર્પિત આયોગની રચના કરવામાં આવી હતી. આયોગે હજુ અહેવાલ ભલામણ સરકારને સોંપી નથી. જ્યાં સુધી સરકારને સોંપવામાં ના આવે ત્યાં સુધી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ શકે તેમ ના હોય આવી નગરપાલિકાઓ માટે વહીવટદારની નિમણુંક કરાઈ છે. 


આ વૃદ્ધે તો ભારે કરી! ખેતરમાં અફીણની ખેતીનું વાવેતર કર્યું, જિલ્લામાં ખળભળાટ મચ્યો!


તમને જણાવી દઈએ કે, રાજ્યની આ 76 નગરપાલિકાઓ પૈકી 68 નગરપાલિકાની મુદત ફેબ્રુઆરી-2023સુધીમાં પૂર્ણ થઈ ગયો છે અને 6 નગરપાલિકાઓની મુદત 2-3-2023 ના રોજ પૂર્ણ થયેલ છે, જ્યારે બોટાદ અને વાંકાનેર નગરપાલિકા અનુક્રમે 30-6-22 અને 6-8-2023ના વિભાગના જાહેરનામાંથી વિસર્જન કરાયું હતું. આ બંને નગરપાલિકાનાને વિસર્જિત થાયે છ માસનો સમયગાળો પૂર્ણ થયો છે.