ઝી બ્યુરો/અમદાવાદ: વર્ષ 2002માં નરોડા ગામમાં થયેલા હત્યાકાંડના ચુકાદામાં કોર્ટે માયા કોડનાની, બાબુ બજરંગી અને ડોક્ટર જયદીપ પટેલ સહિતના 67 આરોપીઓને દોષમુક્ત જાહેર કર્યા હતા તેનો ડિટેઈલ ચુકાદો સામે આવ્યો છે. નરોડા ગામ હત્યા કેસમાં 21 વર્ષ બાદ આરોપીઓ દોષમુક્ત થતાં તેમનો પરિવાર આજે ખુશ છે. આરોપીઓને 21 વર્ષ બાદ ન્યાય મળતાં સત્યની જીત થઈ હોવાનુ પરિવારજનો કહી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવી રહ્યું છે વર્ષ 2023નું પહેલું વાવાઝોડું! આ રાજ્યોનું આવી બનશે, જાણો શું છે આગાહી


આ ચુકાદા અંગે ફરિયાદી પક્ષે અસંતોષ વ્યક્ત કર્યો હતો પરંતુ નરોડા હત્યાકાંડ કેસમાં હવે 1780 પાનાનો ડિટેલ ચુકાદો જાહેર થયો છે. 1780 પાનાના આ ચુકાદામાં ડેઝિગ્નેટેડ જજ શુભદા બક્ષીએ અવલોકન કર્યું છે કે કોર્ટના રેકોર્ડ પર આવેલા સમગ્ર પુરાવા, લેખિત દલીલો જોંતા ફરિયાદી પક્ષ કોઈ પણ રીતે આરોપીઓએ ગુનાઈત કાવતરું રચી, ગેરકાયદે મંડળી રચી કોઈ દુષ્કૃત્ય કે કોઈનું મૃત્યુ નીપજાવ્યું હોય તેવી હકીકતો પુરવાર કરી શક્યા નથી. નરોડા ગામ હત્યા કેસમાં કોર્ટે 21 વર્ષ બાદ માયા કોડનાની, બાબુ બજરંગી અને જયદીપ પટેલ સહિત 67 લોકોને દોષમુક્ત જાહેર કર્યા છે. 


ગુજરાતમાં શિક્ષણ ખાડે : ધોરણ-12 સાયન્સના રિઝલ્ટે ખોલી પોલ, સ્કૂલોને માત્ર ફીમાં રસ


નોંધનીય છે કે, નરોડા ગામ હત્યાકાંડમાં સ્પેશિયલ કોર્ટે મહત્વના અવલોકન સાથે 1728 પાનાંનો ચુકાદો આપ્યો હતો. જેમાં કોર્ટે અવલોકન કર્યું છે કે નરોડા ગામ હત્યાકાંડમાં કોઈને જીવતા સળગાવાયા હોવાનું પુરવાર થતું નથી. પરંતુ ફટાકડામાં લાગેલી આગના કારણે અમૂકના મોત થયા છે. બનાવના દિવસે આરોપીઓની હાજરીને લઈને પણ ચુકાદામાં સવાલો અને વિરોધાભાસ છે. તમને જણાવી દઈએ કે આ કેસમાં સ્પેશિયલ કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. 


વરમાળા બાદ અચાનક દુલ્હને લગ્ન કરવાની ના પાડી, કારણ પણ એવું...જાણીને વિશ્વાસ નહીં કરો


માયાબેન કોડનાની અંગે કોર્ટનું અવલોકન


  • નરોડા પાટિયા અને નરોડા ગામ હત્યાંકાંડ એક જ તારીખે અને એક જ સમયે બન્યો હતો તો આરોપી બંને જગ્યાએ કેવી રીતે હાજર હોઈ શકે?

  • માયાબેન કોડનાની વિધાનસભા, સોલા સિવિલ અને તેમના શિવમ નર્સિંગ હોમમાં ઉપસ્થિત હતાં

  • માયાબેનની કોલ ડિટેઈલના પુરાવા ઘટનાસ્થળે તેમની હાજરીને સમર્થન આપતા નથી

  • 2002માં બનાવ બન્યો પરંતુ SITએ કાવતરામાં માયાબેનનું  નામ 6 વર્ષ પછી 2008માં કેમ જાહેર કર્યું?


બાબુ બજરંગી અંગે કોર્ટનું અવલોકન


  • બાબુ બજરંગી 28 તારીખે પોતાના સંબંધીનો મૃતદેહ લઈને અંતિમ વિધિ માટે ખેડબ્રહ્મા ગયા હતા

  • ખેડબ્રહ્મામાં બાબુ બજરંગીની તબિયત ખરાબ થતાં તેમને વરદાન હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા

  • બાબુ બજરંગીએ ખેડબ્રહ્માની વરદાન હૉસ્પિટલમાં સારવાર લીધી હોવાના કેસ પેપર પણ છે

  • બાબુ બજરંગી ખેડબ્રહ્માની હૉસ્પિટલમાં દાખલ હતા તો બનાવના સ્થળે કેવી રીતે હોઈ શકે?

  • SITને બાબુ બજરંગીની હાજરી અંગે શંકા હતી તો ખેડબ્રહ્માની હૉસ્પિટલના તબીબોનાં નિવેદન કેમ ના લીધાં?


જયદીપ પટેલ અંગે કોર્ટનું અવલોકન


  • ફરિયાદીએ જયદીપ પટેલને ક્યાં અને કેટલા વાગ્યે જોયા તેનો કોઈ ઉલ્લેખ કર્યો નથી

  • જયદીપ પટેલના હાથમાં પિસ્તોલ હતી અને ખાનગી ફાયરિંગ કર્યું હોય તેવા કોઈ પુરાવા તપાસ ટીમને જ મળ્યા નથી

  • ડૉ. જયદીપ પટેલના ફોનની કોલ ડિટેઈલ અને ટાવર લોકેશન મુજબ તેમની હાજરી બનાવ સ્થળે નહોતી

  • ડૉ. જયદીપ પટેલ પણ બનાવના સ્થળે નહોતા છતાં તેમનું નામ ફરિયાદમાં લખવામાં આવ્યું હતું

  • જયદીપ પટેલને આરોપી બનાવવા સુપ્રીમ કોર્ટમાં કરાયેલાં 9 અસલ સોગંદનામાં ક્યાં છે તેનાથી ફરિયાદી પક્ષ જ અજાણ


મહત્વનું છે કે, ગોધરાકાંડ બાદ નરોડા ગામમાં 11 વ્યક્તિઓની હત્યા થઈ હતી. આ હત્યા કેસમાં માયાબેન કોડનાની, જયદીપ પટેલ સહિત 86 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો. ત્યારે ગત ગુરુવારે (20 એપ્રિલ, 2023) સ્પેશ્યલ કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. આ કેસનાં સ્પેશ્યલ જજ એસ બક્ષીએ 1728 પાનાંનો ચુકાદો સંભળાવ્યો હતો. 21 વર્ષ બાદ ગુરુવારે સ્પેશ્યલ કોર્ટે ચુકાદો આપ્યો હતો. સ્પેશ્યલ કોર્ટમાં 7 વર્ષથી કેસ ચાલી રહ્યો હતો.


65 જાતની કેરી અને 40 જાતના કેળાં, આ ખેડૂતે બાગાયતી પાકોનું રમણભમણ કરી નાખ્યું


કુલ 86 આરોપી 
આ કેસમાં કુલ 86 આરોપી છે, જેમાંથી એક આરોપી પ્રદીપ ઉર્ફે બેંકર કાંતિલાલ સંઘવી જેને સમરી ભરી બિનતોહમતદાર મુક્ત કરવામાં આવ્યો છે. આ કેસની ટ્રાયલ દરમ્યાન 14 આરોપીઓ મૃત્યુ પામ્યા છે. આ કેસમાં કુલ 258 સાક્ષીઓ હતા જેમાંથી 187 સાક્ષીઓના નિવેદનના આધારે કેસની ટ્રાયલ ચલાવામાં આવી જયારે બચાવ પક્ષે 58 સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા હતા. આ કેસની ફરિયાદ 28 ફેબ્રુઆરી 2002 ના દિવસે નોંધવામાં આવી. પોલીસે ઘટના સ્થળ પરથી ત્યારે 28 લોકોની ધરપકડ કરાઈ હતી. ત્યારબાદ પાછળથી નામ ઉમેરાતા આ કેસમાં આરોપીઓનો આંકડો 86 એ પહોંચ્યો હતો. 


રંકમાંથી રાજા બનાવવામાં જરાય સમય નથી લાગતો શનિદેવને, આ આંગળીમાં પહેરો લોખંડની વીંટી


8 ચાર્જશીટ બની 
આ કેસમાં 26 ઓગસ્ટ 2008માં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ એસ.આઇ.ટી ની રચના કરવામાં આવી, જેમાં સીટના અધ્યક્ષ આર કે રાઘવન હતા. સીટ દ્વારા આ કેસમાં તત્કાલીન ધારાસભ્ય ડો.માયા કોડનાની, જયદીપ પટેલ, બાબુ બજરંગી ની ધરપકડ કરી ચાર્જશીટ ફાઇલ કરી હતી. આ કેસમાં અત્યાર સુધી 8 જેટલી ચાર્જશીટ થઈ છે, જે હજારો પાનાંની હતી. 


5 જજ બદલાયા 
આ કેસમાં 5 જજ બદલાઈ ચૂક્યા છે સૌથી પહેલા જજ જેમની સામે આ કેસની સુનવણી શરૂ થઈ તે હતા.  એસ એચ વોરા જે હાલ હાઇકોર્ટના જ છે ત્યારબાદ ડોક્ટર જ્યોત્સના યાજ્ઞિક પીબી દેસાઈ સહિતના જજ સમક્ષ આ કેસની સુનવણી થઈ છે. આ કેસમાં જજ પીવી દેસાઈએ પ્રથમ વખત વર્ષ 2017માં ઘટના સ્થળની 3 0મિનિટ મુલાકાત લીધી હતી. ત્યારબાદ આ કેસના હાલના જજ સુબદા બક્ષીએ ફરી થોડા સમય પહેલા જ સ્થળ તપાસ કરી હતી. 


સોનામાં આગ ઝરતી તેજી, ભાવવધારો જાણીને આંખો પહોળી થઈ જશે, જાણો 10 ગ્રામ સોનાના રેટ


આરોપીઓના નામ, જેમની સામે કેસ ચાલ્યો 
૧. સમીર હરામુખભાઇ પટેલ
૨. ખુશાલ પુંજાજી સોલંકી
3. ઉકાજી ઉર્ફે બચજી બબાજી ઠાકોર (માંક-૧ નીચેના હુકમ ગજબ કેરા એબેટ) ..મૃત્યુ પામેલ
૪  દિનેશકુમાર ઉકાજી ઉર્ફે બચુભાઇ ઠાકોર
૫. બળદેવભાઈ પ્રહલાદભાઈ ઠાકોર
૬. ચંદન ગાંડાજી ઠાકોર...મૃત્યુ પામેલા
૭. અજય રમણલાલ ખતરા ધોબી
૮. સુનીલ ઉર્ફે ચંકી ગોપાલભાઇ નાયર 
૯. દિનેશકમાર રમણલાલ પટેલ...મૃત્યુ પામેલ
૧૦. નવીનભાઈ પ્રવિણભાઈ કડીયા 
૧૧. રામસિંગ ગાંડાજી ઠાકોર...મૃત્યુ પામેલ
૧૨. ભરત શમસિંગ ઠાકોર
૧૩. નરેશ ઉર્ફે વિજયો બાબુભાઇ મકવાણા દરજી...મૃત્યુ પામેલ
૧૪. રીતેષ ઉર્ફે પોંચીયાદાદા બાબુભાઇ વ્યારા
૧૫. અજય ઉર્ફે અજયો બચુભાઈ ઠાકોર
૧૬. રમણભાઇ પ્રહલાદભાઈ ઠાકોર 
૧૭, નગીન પ્રતાપભાઇ ઠાકોર
૧૮. ગનુભાઈ પુનાભાઈ ઠાકોર ૧૯. રમેશભાઈ ભલાભાઈ ઠાકોર
૨૦. કિસન ખુબચંદ કોરાણી
૨૧. રાજકુમાર ઉર્ફે રાજગોપીમલ ચોમલ
૨૨. પર્મેન્દ્રસિંહ ઉર્ફે પી.જે. જશવંતસિંહ રાજપૂત 
૨૩. બાબુ ઉર્ફે બાબુ બજરંગી રાજાભાઈ પટેલ
૨૪. રાજેશ ઉર્ફે રાજ ઉર્ફે કબુતર મોહનલાલ પરમાર
૨૫. મિતેષ ગીરીશભાઇ ઠકક૨
ર૬. વિનોદ ઉર્ફે વિન્ હેલરામ ચેતવાણી
૨૭. હરેશ પરશરામ રોહેરા...મૃત્યુ પામેલ
૨૮. પ્રદિપભાઇ ઉર્ફે એન્કર કાન્તીલાલ સંઘવી (આંક-૨૮ના હુકમ મુજબ બિનતહોમત મુક્ત)
૨૯. વલ્લભભાઈ કહેરભાઈ પટેલ
૩૦. વિષ્ણુજી પોપટજી ઠાકોર
૩૧. હંસરાજ ૫ન્નાલાલ માળી
૩૨. પ્રભુભાઇ ઉર્ફે ગ ભૂપતજી ઠાકોર...મૃત્યુ પામેલ
૩૩. જગદીશભાઈ રમણભાઈ પ્રજાપત્તિ
૩૪. હરેશ ઉર્ફે હર્ષદ ૨મણલાલ સોની 
૩૫. રાજેશભાઈ ઉર્ફે કિશોરભાઇ ભીખાભાઈ દરજી
૩૬. અશ્વિનકુમાર કનૈયાલાલ જોષી...મૃત્યુ પામેલ
૩૭. રાજેશ ઉર્ફે રાજ નટવરલાલ પંચાલ
૩૮. પ્રવિણકુમાર હરીભાઇ મોદી
૩૯. વિક્રગભાઈ ઉર્ફે ટીરીયો મણીલાલ ઠાકોર
૪૦. અશોકભાઈ ચંદુભાઈ સોની ૪૧. જગદીશભાઈ ચીમનલાલ પટેલ
૪૨. દિનેશભાઈ કચરાભાઈ પટેલ ૪૩. શાંતીલાલ વાલજીભાઈ પટેલ
૪૪. ગીરીશભાઈ હરગોવિંદભાઇ પ્રજાપતિ
૪૫. બકુલભાઈ ઉર્ફે કાળ રમણભાઈ વ્યારા 
૪૬. સંજય ઉર્ફે પિન્ટુ ચેનલવાળો કનુભાઈ વ્યાસ
૪૭. ભીખાભાઈ ઉર્ફે હિંમતભાઈ જગાભાઇ પટેલ (ઢોલરીયા)....મૃત્યુ પામેલ
૪૮. સુનિલ ઉર્ફે સુરેશ શનાભાઈ પટેલ 
૪૯. રાકેશકુમાર મંગળદાસ પંચાલ
૫૦. પ્રધ્યુમન બાલભાઈ પટેલ ૫૧. અનિલકુમાર ઉર્ફે ચુંગી પ્રહલાદભાઇ પટેલ...મૃત્યુ પામેલ
પર. પ્રકાશભાઈ ઉર્ફે ૫કાભાઇ રમેશચંદ્ર ભાટીયા (કાછીયાપટેલ)
૫૩. વિજયકુમાર દશરથભાઈ ત્રિવેદી
૫૪. નિમેશ ઉર્ફે શ્યામુ બિપિનચંદ્ર પટેલ
૫૫. પંકજકુમાર મહેન્દ્રભાઇ પરીખ
૫૬. વિરભદ્રસિંહ સામંતસિંહ ગોહીલ (પોલીસ ઇન્સ્પેકટર)
૫૭. ડોકટર માયાબેન સુરેન્દ્રભાઇ કોડનાની
૫૮. ડોકટર જયદિપભાઈ અંબાલાલ પટેલ
૫૯. મુકેશ બાબુલાલ વ્યાસ
૬૦. રાકેશભાઈ ઉર્ફે વાતો કભાઈ વ્યાસ
૬૧. સંજયભાઈ રમણભાઈ મારા
૬૨. ભીખાભાઈ  ઘંટીવાળા સોમાભાઇ પટેલ...મૃત્યુ પામેલ
૬૩. મહેશકુમાર  નટવરલાલે પંચાય 
૬૪ મણીલાલ મૌજી ઠાકોર
૬૫. જગદિશભાઇ ઉર્ફે જગો રીક્ષાવાળો ગુડીલાલ ચૌહાણ
૬૬. બી૨જભાઈ રમેશ પંચાલ
૬૭. ગોવિંદજી ઉર્ફે ગોવો છનાજી ઠાકોર
૬૮. રાજકુમાર ઉર્ફે કાભાઈ ત્રિકમદાસ પટેલ 
૬૯. જયેશ કીયાલાલ જોષી
૭૦ વિપુલ અશ્ચિન જોષી
૭૧. વાસુદેવ માણેકલાલ પટેલ
૭૨. ભુપેન્દ્ર ઉર્ફે ગોપી પ્રહલાદભાઇ ઠાકોર
૭૩. અશોકભાઇ રમેશભાઈ પંચાલ
૭૪. પ્રમુખભાઈ ત્રિકમદાસ પટેલ..મૃત્યુ પામેલ
૭૫. અશોકભાઇ ઉર્ફે અશોક સાહેબ ગોવિંદભાઈ પટેલ
૭૬. જીતેન્દ્ર જીતુ મુખી રમણભાઇ પટેલ
૭૭, ફુલાભાઈ શંકરભાઈ વ્યાસ
૭૮. અરિવંદભાઈ ઉર્ફે કાભાઈ શાંતીલાલ પટેલ
૭૯ મુકેશ ઉર્ફે લાલો ગોહનલાલ પ્રજાપતિ
૮૦. કનુભાઈ રતિલાલ વ્યાસ
૮૧. વિપુલભાઇ નટવરભાઇ પરીખ (પટેલ) 
૮૨. નિતીનકગાર વિનોદરાય દેવરૂખકર
૮૩. વિનું માવજીભાઈ કોળી (ચોહાણ)...મૃત્યુ પામેલ
૮૪. રમેશ ત્રિકમલાલ રાઠોડ
૮૫. અજય  પ્રજાપતિ
૮૬. રમેશ ઉર્ફે રમણ મગળદાસ પટેલ...મૃત્યુ પામેલ


આ કેસમાં 7 વર્ષમાં ત્રણ જજ સમક્ષ આ કેસની ફાઇનલ દલીલો થઈ છે. આ કેસમાં સ્ટીગ ઓપરેશન કરનાર પત્રકાર આશિષ ખેતરનું પણ નિવેદન લેવામાં આવ્યું હતું. 23 સપ્ટેમ્બર 2009માં સીટના તપાસ અધિકારી પી.એલ.મલની જુબની પણ લેવાઈ હતી. આ ઉપરાંત 187 સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આ કેસમાં 2008 થી 2012 સુધી ડે ટુ ડે કેસની ટ્રાયલ ચાલી હતી. 


કેસની તારીખ 


  • 8 એપ્રિલ 2023 કેસની દલીલ તમામ પક્ષે પુરી થઈ

  • 15 એપ્રિલે 2023 સ્પેશિયલ કોર્ટે ચુકાદાની તારીખ જાહેર કરી

  • 20 એપ્રિલ 2023ના રોજ સ્પેશિયલ કોર્ટનો ચુકાદો