ગુજરાતમાં શિક્ષણ ખાડે ગયું : ધોરણ-12 સાયન્સના રિઝલ્ટે ખોલી પોલ, સ્કૂલોને માત્ર ફીમાં રસ

Gujarat Education : ધોરણ-12 સાયન્સના પરિણામાં એ-1 ગ્રેડમાં પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે... આવામાં આ વખતે એન્જિનિયરીંગ કોલેજમાં વધુ બેઠકો ખાલી પડે તેવુ લાગે છે 
 

ગુજરાતમાં શિક્ષણ ખાડે ગયું : ધોરણ-12 સાયન્સના રિઝલ્ટે ખોલી પોલ, સ્કૂલોને માત્ર ફીમાં રસ

Board Exam Resuls : ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા કથળી રહી છે સરકાર ભલે મસમોટા દાવાઓ કરે પણ ખરી વાસ્તવિકતા કંઇક અલગ છે. દિલ્હીથી શિક્ષણની તુલના કરતી ગુજરાત સરકારે ધોરણ 12ના પરિણામનું વિશ્લેષણ કરવાની જરૂર છે. ધો.12 સાયન્સના પરિણામમાં એ ગ્રુપમાં કુલ 29,163 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેની સામે ડિગ્રી ઈજનેરીમાં 68,800થી વધારે બેઠકો ઉપલબ્ધ છે. પાસ થનારા તમામ વિદ્યાર્થીઓ ઇજનેરીમાં પ્રવેશ મેળવે તો પણ 35 હજારથી વધારે બેઠકો ખાલી પડે તેમ છે. ગત વર્ષે ઊંચુ પરિણામ હોવા છતાં 30 હજાર જેટલી બેઠકો ખાલી પડી હતી. 

ગુજરાતમાં ફક્ત મસમોટી વાતો અને તોતિંગ ફી જ લેવાય છે. છાત્રોએ ટ્યૂશન થકી સ્કૂલમાં પાસ થવું પડતું હોય તો સ્કૂલોની કેવી દશા હશે એ વિચાર કરવો જ અઘરો છે. ખાનગી શાળાઓમાં શિક્ષકોનું રિતસરનું શોષણ થાય છે અને ઓછા પગારમાં નોકરી કરતા શિક્ષકોની લાયકાત પણ એવી જ હોય છે. આમ છતાં વાલીઓ પાસે હવે ઓપ્શન પણ નથી. ગુજરાતમાં શિક્ષણ એ ધંધો બની ગયું હોય તેમ માત્ર બાળકોની સંખ્યા ફી વધારવા સામે ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાની વાત બાજુમાં રહી ગઈ છે.  

ગુજરાત માધ્યમિક અને માધમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા ધો.12 સાયન્સના પરિણામમાં AT ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ધરખમ ઘટાડો નોંધાયો છે. ગતવર્ષે સમગ્ર રાજ્યમાંથી 196 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મેળવ્યો હતો, જેની સામે આજે જાહેર કરાયેલા પરિણામમાં માત્ર 61 વિદ્યાયીઓ A1 ગ્રેડ મેળવી શક્યા છે. આમ, ગત વર્ષ કરતાં A1માં 135 વિદ્યાર્થીઓનો ઘટાડો નોંધાયો છે. ચાલુ વર્ષે પણ સુરતના 16 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવીને અમદાવાદને પાછળ રાખી દીધું છે. 17 કેન્દ્રમાં એકપણ વિધાર્થી A1 ગ્રેડ મેળવી શક્યો નથી.

કયા ક્યા જિલ્લામાં એક પણ એ-૧ ગ્રેડના વિધાર્થી નથી
(1) અમદાવાદ ગ્રામ્ય (2) ડાંગ (૩) પંચમહાલ (૬) ભરૂચ (5) કેન્દ્રશાસિત-1 (6) પાટણ (7) દાહોદ (8) પોરબંદર (9) નર્મદા ઉદેપુર (4) દેવભૂમિ દ્વારકા (15) ગીર સોમનાથ (16) મહીસાગર લુણાવાડ અને (17) કેન્દ્રશાસિત-2 (10) તાપી (11) અરવલ્લી- મોડાસા (12) બોટાદ (3) છોટા ઉદેપુર

એ-1 ગ્રેડમાં પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો
શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા એ પરિણામમાં ગતવર્ષની સરખામણીમાં ઓવરઓલ પરિણામ 6.4 ટકા ઘટ્યું છે. જેની સામે એ-1 ગ્રેડમાં પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. ગત વર્ષે એ ગ્રૂપમાં પાસ હોવા છતાં પરિસ્થિતિમાં કોઇ ફરક પડે 26,183 વિધાર્થી પાસ થયા હતા, ચાલુ વર્ષે 29,163 સંખ્યા વધ્યા પછી પણ અંદાજે 35 હજાર બેઠકો પાસ છતાં પરિણામ ખાલી પડે તેમ છે.  તમામ વિદ્યાર્થીઓ ઇજનેરીમાં પ્રવેશ મેળવે તેવું હોતુ નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news