ઉદય રંજન/અમદાવાદઃ અમદાવાદની એક સગીરાને યુવકો સાથે મિત્રતા રાખવી જોખમી સાબીત થઈ છે. પોતાની મહિલા મિત્રના પતિ દ્વારા અન્ય યુવકો સાથે મિત્રતા થઈ હતી. આ જ યુવકોએ યુવતીના નગ્ન ફોટા મેળવી તેના પિતા પાસે ખંડણી માંગવામાં આવી હતી. જે અંગે પોલીસે ગુનો નોંધી 3 આરોપીની ધરપકડ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે સમગ્ર ઘટના
સરદાર નગર પોલીસની કસ્ટડીમા રહેલા આ 3 આરોપી ખંડણીના ગુનામાં સંડોવાયેલા છે. જીતુ અલિયાણી, નિકુંજ રાઠો઼, રોહિત ભાટિયાની ધરપકડ કરવામાં આવી છે. આ 3 આરોપીએ 16 વર્ષની સગીરાના ન્યૂડ ફોટા અને વીડિયો મેળવી તેના પિતા પાસેથી 15 લાખની ખંડણી માંગી હતી અને જો રૂપિયા નહી આપવામાં આવે તો તેમની સગીર દિકરીના નગ્ન ફોટો  સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી હતી. જે અંગે સરદાર નગર પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાતા પોલીસે 3 આરોપીની ધરપકડ કરી ગુનાના મુળ સુધી પહોંચવાની તજવીજ હાથ ધરી છે.


પોલીસને ખંડણી અને ફોટા વાયરલ કરવાની ધમકી આપ્યાની ફરિયાદ મળતાની સાથે જ પોલીસે તપાસ હાથ ધરી કે આખરે આરોપી સુધી યુવતીના ફોટા પહોંચ્યા કેવી રીતે. જે અંગે આરોપીની પુછપરછ કરતા સામે આવ્યુ કે જીતુ અલિયાણી સૌ પ્રથમ સગીરાનો મિત્ર બન્યો હતો. બાદમાં નિકુંજ રાઠોડે સગીરાને ધમકી આપી કે સગીરાની 35 વર્ષના જીતુ સાથે મિત્રતા છે. તે વાત તેના પરિવારને જાણ કરી દેશે અને તે ન કરવુ હોય તો  ન્યુડ ફોટા અને વીડિયો મોકલ. જે ફોટા વીડિયો મળ્યા બાદ રોહિત ભાટીયા ફોટા અને વીડિયો સગીરાના પિતાને બતાવ્યા અને તે વાયરલ કરવાની ધમકી આપી 15 લાખની ખંડણી માંગી હતી.


દેશની બીજી COVID-19 Vaccine પણ તૈયાર, ઝાયડસ કેડિલાને મળી હ્યુમન ટ્રાયલની મંજૂરી 


મહત્વનુ છે કે, સરદાર નગર વિસ્તારમાં આગાઉ 7 મહિના પહેલા જ આવો એક બનાવ બન્યો હતો. જેમાં યુવતીના ન્યૂડ ફોટો અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જતા યુવતીએ આત્મહત્યા કરી હતી. જેથી પોલીસ અને પરિવારને એ વાતનો ડર હતો કે, સગીરા પોતાની બદનામીના ડરે કોઈ ખોટુ પગલુ  ન ભરે. માટે એક તરફ પોલીસે આરોપી ઝડપી ફોટા વાયરલ થતા અટકાવ્યા તો બીજી તરફ પરિવારે સગીરાને ખોટુ પગલુ ન ભરે તે માટે સાંતવના આપી હતી.  આખરે બન્નેની મહેનત રંગ લાવી છે. જેથી સગીરા પણ બચી ગઈ અને તેની ઇજ્જત પણ.


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube