અલ્પેશ સુથાર/મહિસાગર: મહિસાગર જિલ્લાના આશીર્વાદ સમાન કડાણા ડેમમાં છેલ્લા ચાર દિવસમાં પાણીનો ધરખમ વધારો જોવા મળ્યો છે. છેલ્લા ચાર દિવસથી પડી રહેલા વરસાદ તેમજ કડાણા ડેમના ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે છેલ્લા ચાર દિવસમાં 17થી 18 ફૂટનો પાણીનો ધરખમ વધારો જોવા મળ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલમાં ડેમની સંપત્તિ 412 ફૂટે પહોંચી છે. જે રુલ લેવલ કર્ત્તા એક ફૂટ ઓછી છે. અને 419 ફૂટ ભય જનક સપાટી રહેલી છે. પાણીની આવક વધે અને ડેમમાં જળ સપાટી વધે તો ડેમમાંથી પાણી છોડવાની ફરજ પડી શકે છે. જેને લઈને તંત્ર દ્વારા પણ એલર્ટ આપી દેવામાં આવ્યું છે.


બાહુબલી પોલીસ: પૂરનાં પાણીમાં ફસાયેલા બાળકોને બચાવતી ‘ગુજરાત પોલીસ’


જુઓ LIVE TV : 



હાલતો ડેમમાં છેલ્લા ચાર દિવસમાં દર કલાકે કડાણા ડેમની સપાટીમાં વધારો થતો હોવાથી ડેમ 80 ટાકા જેટલો ભરાયો છે. જેથી સિંચાઈ વિભાગના કર્મચારી સહિત જિલ્લા અધિક કલેકટર પણ કડાણા ડેમ ખાતે દોડી આવ્યા હતા. અને ડેમના ગેટ ખોલવા માટે જે ક્રેનનો ઉપયોગ કરવામાં આવે છે. તેની ચકાસણી હાથ ધરી જો કે ડેમમાં રુલ લેવલ પાર થશે તો કદના ડેમ ની મહીસાગર નદીમાં પાણી છોડવાની પણ ફરજ પડશે તેમજ હાલમાં કડાણા કેનાલ અને સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.