રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજકોટ શહેર (Rajkot) માં છૂટછાટ (Lockdown 4) વચ્ચે આજથી ઓડ ઇવન પદ્ધતિ અમલી બનાવાઈ છે. રાજકોટ મનપા દ્વારા દુકાનો બહાર 1 નંબર અને 2 નંબરના સ્ટીકરો લગાવાયા છે. આજે રાજકોટમાં 1 નંબર લખેલી દુકાનો ખુલશે. આ સાથે જ આજે શહેરમાં અડધી દુકાનો ખૂલેલી જોવા મળી, તો અડધી બંધ રહી હતી. તો જીવન જરૂરિયાત વસ્તુઓની દુકાનો રોજ ખોલી શકાશે તેવી સ્થાનિક તંત્ર દ્વારા સૂચના અપાઈ છે. 


અમદાવાદ : લોકડાઉનને કારણે ધંધામાં દેવું થઈ જતા એમ્બ્રોઈડરીના વેપારીએ મોત વ્હાલુ કર્યું  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટમાં ધર્મેન્દ્ર રોડ મુખ્ય બજાર પર ઓડ ઇવન નિયમના ધજાગરા જોવા મળ્યા. વેપારીઓમાં હજુ પણ દુકાન ખોલવાને લઈને અસંમજસ જોવા મળી છે. ક્યાંક દુકાન બહાર લગાડવામાં આવેલ સ્ટીકર નીકળી ગયા તો ક્યાંક સ્ટીકર દુકાન બહાર જોવા મળતા તેવા કિસ્સા સામે આવ્યા છે. હજુ પણ મોટા ભાગે બજારોમાં દુકાન ખુલી રહી છે. ત્યારે આવામાં રાજકોટ મહાનગરપાલિકાની મહેનત એળે ગઈ હોય તેવુ પણ લાગી રહ્યું છે. 


સુરત : હબીબસા મહોલ્લામાં કરફ્યૂનુ પાલન કરાવવા પહોંચેલી પોલીસને સ્થાનિક લોકોએ ધક્કો મારી બહાર કાઢ્યા 


ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા નોન કન્ટેનમેન્ટ વિસ્તારમાં ઓડ-ઇવન નંબરથી દુકાનો ખોલવા જાહેરાત બાદ રાજકોટ મનપા દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. રાજકોટ મનપા અને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ વચ્ચે બેઠક મળી હતી. જેમાં મહત્વ પૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. રાજકોટ શહેરના બજારોમાં ગઈકાલથી આ મામલે મનપા દ્વારા દુકાનો પર સ્ટીકર લગાવવા કામગીરી શરૂ કરાઈ હતી. રાજકોટની 65,000 જેટલી દુકાનોમાં સ્ટીકર લગાડવાની કામગીરી કરાઈ હતી. જેના બાદ આજથી રાજકોટમાં ઓડ અને ઈવન નંબર મુજબ દુકાનો ખોલી દેવામાં આવશે. 


વડોદરામાં આજથી લોકડાઉનનું કડકાઈથી પાલન કરાવાશે, નિયમ ભંગ કરનાર વાહનચાલકો પાસેથી દંડ વસૂલાશે 


આજથી 3 જિલ્લા માટે બસ શરૂ 
રાજકોટમાંથી અન્ય જિલ્લામાં જવા માંગતા રાજકોટવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. રાજકોટમાં આજથી 3 અન્ય જિલ્લાની બસો શરૂ કરાઈ છે. રાજકોટથી જામનગર, રાજકોટથી મોરબી અને રાજકોટથી ભૂજની ST બસ સેવા શરૂ કરાઈ છે. સૌરાષ્ટ્ર ઝોનમાં 10 જિલ્લાનો સમાવેશ થાય છે. જેમાં તબક્કાવાર બસો દોડવાનું શરૂ કરવામાં આવશે તેવુ એસટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. રાજકોટ એસટી તંત્ર દ્વારા મુસાફરો માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરાયો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર