અમદાવાદ :દિવાળી પહેલા જ રાજ્યમાં કમોસમી વરસાદનો દોર શરૂ થયો છે. ગઈકાલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસી પડેલા વરસાદમાં લોકો અટવાયા હતા. સીઝન બાદ કમોસમી વરસાદ પડતા લોકો ત્રાસી ઉઠ્યા હતા. રાજ્યના 42 તાલુકામાં ગઈકાલે વરસાદ નોંધાયો હતો. જેમાં ડાંગના વઘઈમાં સૌથી વધુ 2.5 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત નવસારીના ચિખલીમાં 2 ઈંચથી વધુ વરસાદ, જૂનાગઢના કેશોદમાં 2 ઈંચ વરસાદ, જૂનાગઢના માળિયામાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. તાપી નવસારી ડાંગ અમરેલી સુરત આણંદમાં પણ વરસાદે લોકોને મૂંઝવ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્ટેચ્યુ ઓફ યુનિટીની જંગલ સફારીમાં પ્રાણીઓના પાંજરા માટે પીએમ મોદીએ સૂચવ્યા આવા યુનિક નામ 


મંગળવારે ક્યાં ક્યાં વરસાદ રહ્યો


  • વઘઈ 2.5 ઈંચ વરસાદ 

  • ચીખલી 2 ઈંચ

  • કેશોદ 2 ઈંચ

  • માળિયા 1.5 ઈંચ

  • માંગરોળ, વંથલી, સાવરકુંડલા, માધવપુર, ગણદેવી 1 ઈંચ

  • વિસાવદર 15 મીમી

  • અમરેલી 18 મીમી

  • ખાંભા 11 મીમી

  • ધારી 5 મીમી

  • લીલીયા 4 મીમી


સુરતના લિંબાયતમાં ગ્રીન વ્યુ એપાર્ટમેન્ટ નીચે બેસીને કમલેશ તિવારીના હત્યાનો પ્લાન બનાવાયો હતો 

2 નવેમ્બર સુધી વરસાદની આગાહી
રાજ્યમાં મધ્ય-ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં 2 નવેમ્બર સુધઈ વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તો સાથે જ દિવાળીના તહેવારોની શરૂઆતમાં જ 24-25 ઓક્ટોબર દરમિયાન પણ વરસાદની શક્યતા છે. આ દિવસોમાં ગુજરાતનો દરિયો તોફાની બને શકે તેવી શક્યતા છે.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :