સ્ટેચ્યુ ઓફ યુનિટીની જંગલ સફારીમાં પ્રાણીઓના પાંજરા માટે પીએમ મોદીએ સૂચવ્યા આવા યુનિક નામ

સ્ટેટ્યુ ઓફ યુનિટી (Statue of Unity) નર્મદા (Narmada) જિલ્લામાં એક પ્રવાસનધામ તરીકે વિકસી રહ્યું છે અને પ્રવાસીઓમાં આકર્ષણ પણ બની રહ્યું છે. ત્યારે આ સ્ટેટ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં જ પહાડોની વચ્ચે 375 એકરમાં જંગલ સફારી (Jungle Safari) આકાર લઈ રહ્યું છે. થોડા જ સમયમાં આ જંગલ સફારી તૈયાર થઇ જશે તો પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકાશે. ત્યારે નર્મદાના કાંઠે ફરવા આવતા પ્રવાસીઓ માટે વધુ એક આકર્ષણ ટૂંક સમયમાં જ શરૂ થઈ જશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની જંગલ સફારીમાં પ્રાણીઓના પાંજરા માટે પીએમ મોદીએ સૂચવ્યા આવા યુનિક નામ

નર્મદા :સ્ટેટ્યુ ઓફ યુનિટી (Statue of Unity) નર્મદા (Narmada) જિલ્લામાં એક પ્રવાસનધામ તરીકે વિકસી રહ્યું છે અને પ્રવાસીઓમાં આકર્ષણ પણ બની રહ્યું છે. ત્યારે આ સ્ટેટ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં જ પહાડોની વચ્ચે 375 એકરમાં જંગલ સફારી (Jungle Safari) આકાર લઈ રહ્યું છે. થોડા જ સમયમાં આ જંગલ સફારી તૈયાર થઇ જશે તો પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકાશે. ત્યારે નર્મદાના કાંઠે ફરવા આવતા પ્રવાસીઓ માટે વધુ એક આકર્ષણ ટૂંક સમયમાં જ શરૂ થઈ જશે.

સુરતના લિંબાયતમાં ગ્રીન વ્યુ એપાર્ટમેન્ટ નીચે બેસીને કમલેશ તિવારીના હત્યાનો પ્લાન બનાવાયો હતો 

વન અને પર્યાવરણ સચિવ રાજીવ ગુપ્તાએ જણાવ્યું કે, સ્ટેટ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓમાં વધુ આકર્ષણનું કેન્દ્ર બને તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વિસ્તારમાં જ એક જંગલ સફારી પાર્ક બને તેવો વિચાર રજુ કર્યો હતો અને આ વિચારને માત્ર 6 મહિનાના ટૂંકા ગાળામાં તંત્ર સાકાર કરવા જઈ રહી છે. નર્મદા જિલ્લામાં જ સ્ટેટ્યૂ ઓફ યુનિટી પાસે સાતપુડાની ગિરીકંદરાઓ વચ્ચે 375 એકરમાં 300 મીટરથી પણ વધુ ટેકરીવાળા વિસ્તારમાં 186 પ્રજાતિના 1500થી વધુ પ્રાણીઓ અને દેશવિદેશના પક્ષીઓ માટેનું એક જંગલ સફારીનું કામ પૂર્ણતાની આરે છે. જ્યાં સમગ્ર ભારતમાં ન હોય તેવા કેટલાય પ્રાણીઓ અહીં હશે. ખાસ કરીને ઑસ્ટ્રેલિયામાં જોવા મળતા આલ્પા અને વોલબી એટલે કે નાના કાંગારું અહીંનું આકર્ષણ બની રહેશે. વળી અહીં મોટા પ્રાણીઓ જેવા કે ગેંડાના પાંજરાને ગંગ નિવાસ, મોટી ભેંસોના પાંજરાને મહીસાસદન અને સિંહ જ્યાં રહેળે તેને મૃગેન્દુનીવાસ જેવા નામ આપવાનું સૂચન પણ વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યું છે. 

આ સફારીની ખાસ વિશેષતા એ પણ હશે કે, અહીં એક વિસ્તારમાં પેઈન્ટિંગ ઝોન બનવવામાં આવશે. જ્યાં નાના નાના પ્રાણીઓ એટલ કે નાના દેખાતા ઘોડા અને અન્ય બોની પ્રાણીઓને બાળકો સ્પર્શ કરી શકશે તેમજ તેમને અનુભવી શકશે. તાલીમ પામેલા પક્ષીઓ સાથે બાળકો રમી પણ શકશે. આ માટે 1000 જેટલા પક્ષીઓ માટે અહીં દોઢ એકરમાં ખાસ એક ડોમ બનવવામાં આવશે. આ જંગલ સફારીમાં મોટાભાગના પ્રાણીઓ આવરી લેવાશે. જેમાં જિરાફ અને ઝેબ્રા જેવા પ્રાણીઓ થોડા દિવસમાં આવશે. સામાન્ય ઝૂ બનાવવા 7 વર્ષ જેટલો સમય લાગે છે, પરંતુ આ સફારી માત્ર 5 મહિનામાં બની છે. 
  
આ સફારીમાં જવા માટે ખાસ 18 ઇલેક્ટ્રિક કાર રાખવામાં આવી છે. જેમાં ડ્રાઈવર અને ગાઈડ હશે. જે પ્રવાસીઓને એક જગ્યાએથી બીજ જગ્યાએ લઈ જવા મદદ કરશે. આશા છે કે, દરરોજ 1500 જેટલા પ્રવાસીઓ આ સફારી પાર્કની મુલાકાત લે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news