મૌલિક ધામેચા/અમદાવાદ: લાંચ વગર સરકારી બાબુઓ જાણે કામ જ ના કરતા હોય તેમ એસીબી ટ્રેપમાં એક એક પછી એક સરકારીકર્મીઓ લાંચ લેતા ઝડપાઇ રહ્યા છે. ત્યારે વધુ એક નડીયાદના સરકારી બાબુને રંગે હાથ લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા છે. ACBએ આરોપી જયદીપકુમાર મકવાણાને રૂપિયા 10 હજારની લાંચ લેતા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમની નડીયાદ જીલ્લા કચેરીમાંથી જ છટકું ગોઠવી પકડી પાડ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફરિયાદી ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લીમીટેડ નડિયાદ ખાતેના ગોડાઉનમાંથી માલ ભરી મહુધા તાલુકાની વ્યાજબી ભાવની દુકાનો, મધ્યાન ભોજન યોજના કેન્દ્રો તથા સંકલિત બાળ વિકાસ યોજનાના કેન્દ્રો સુધી આવશ્યક ચીજ વસ્તુઓ પહોંચાડવાનું ટ્રાન્સપોર્ટેશનના ઇજારદાર તરીકે કામ કરતા હતા. જેમનું ફેબ્રુઆરી 2019નું રૂપિયા 35000નું બિલ મંજુર નહિ થતા આરોપીને બે- ત્રણ વાર મળી તેઓના બીલ બાબતે પૂછપરછ કરતા રૂપિયા 15 હજારની લાંચ માગી હતી.


પશુપાલકો માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, ખરીદશે 4 કરોડ કિલો ઘાસચારો



ફરિયાદીએ રકજક કરતા 10 હજારની લાંચ આપવી પડશે તેમ આરોપીએ જણાવતા ફરીયાદી લાંચ આપવા માંગતા ન હોય ખેડા એ.સી.બી નો સંપર્ક કરતા તેઓની ફરિયાદ આધારે એસીબીએ  લાંચનુ છટકુ ગોઠવી આરોપીને ઝડપી લીધો હતો. આ ઘટના બાદ એસીબી દ્વારા ધરપકડ કરવામાં આવેલા અધિકારીની અટકાયત કરી અને લાંચની રકમને જપ્ત કરી હતી.