ગુજરાતના મહેસુલ વિભાગમાં ફરજ બજાવતા અધિકારીઓ આનંદો! બદલીઓને લઈ કર્યો મોટો નિર્ણય
મહેસુલ વિભાગે તમામ કલેકટરોને સૂચના આપી છે કે 4 વર્ષથી વધુ સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવતા વર્ગ 3ના કર્મચારીઓની બદલી કરવી. જેના કારણે નાયબ મામલતદાર, મહેસુલી કારકુન અને મહેસુલી તલાટીની બદલીઓના એંધાણ વર્તાઈ રહ્યા છે.
ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાતમાં મહેસુલ વિભાગમાં ફરજ બજાવતા અધિકારીઓ માટે એક સારા સમાચાર મળી રહ્યા છે. મહેસુલ વિભાગે તમામ કલેકટરોને સૂચના આપી છે કે 4 વર્ષથી વધુ સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવતા વર્ગ 3ના કર્મચારીઓની બદલી કરવી. જેના કારણે નાયબ મામલતદાર, મહેસુલી કારકુન અને મહેસુલી તલાટીની બદલીઓના એંધાણ વર્તાઈ રહ્યા છે.
મહેસુલ વિભાગે પરિપત્ર કર્યો
મહેસુલ વિભાગે આ સંદર્ભે એક પરિપત્ર પણ જાહેર કર્યો છે, જેમાં જણાવ્યું છે કે, આપના જિલ્લાના મહેકમ હસ્તકના મહેસુલ વિભાગ હસ્તકના બિનરાજપત્રિત વર્ગ-3 સંવર્ગના કર્મચારીઓ કે ચાર વર્ષથી વધુ સમયથી કોઈ એક જ જગ્યા/ એક જ કચેરીમાં ફરજ બજાવી રહ્યાં હોય તેવા તમામ નાયબ મામલતદાર, મહેસુલી કારકુન અને મહેસુલી તલાટી વર્ગ-3 સંવર્ગના કર્મચારીઓની બદલી કરવાની કાર્યવાહી તાત્કાલિક હાથ ધરી તે અંગેનો અહેવાલ ન-શાખાના મેઈલમાં કરવો.