દેવભૂમિ દ્વારકાઃ જિલ્લાના ખંભાળીયામાં 10 કલાકમાં 13 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. ભારે વરસાદને કારણે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા. ધરાનગર વિસ્તાર પાસે દિવાલ ધરાશાયી થઈ હતી. ખંભાળિયામાં મહાપ્રભુજીની બેઠક વિસ્તારમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. નગરગેટ વિસ્તારમાં પણ પાણી ભરાયા છે. હાલ કોઈ જાનમાલને નુકસાન થયું નથી. ખંભાળિયા નગરપાલિકાની ફાયદ બ્રિગેટની ટીમ ખડેપગે છે. તો વરસાદને કારણે ઘી ડેમ તથા સાની ડેમમાં નવા નીરની આવક થઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તો બીજીતરફ ખંભાળિયા નજીક કાનાલુ, પાસે રેલવે ટ્રેક ધોવાઇ ગયો હતો. આ ટ્રેકનું ધોવાણ થવાને કારણે ઓખા જતી તમામ ટ્રેન રદ્દ કરી દેવામાં આવી છે. ઓખાથી મુંબઈના પેસેન્જરને ખંભાળિયાથી બસ મારફતે જામનગર મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે. 


રેલ સેવાને અસર
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે રેલવે સેવા પ્રભાવિત થઈ છે. વરસાદના કારણે અનેક ટ્રેન રદ કરવામા આવી છે. પોરબંદર-કાનાલુસ અને કાનાલુસ-પોરબંદર ટ્રેન રદ કરાઈ છે. તો પોરબંદર રાજકોટ ટ્રેન પણ રદ કરાઈ છે. જ્યારે ઓખા-રામેશ્વર એક્સપ્રેસ ટ્રેન પણ રદ થઈ છે તો સૌરાષ્ટ્ર મેલ પણ જામનગર સુધી ટર્મિનેટ કરાઈ છે. જ્યારે પુરી-ઓખા એક્સપ્રેસ ટ્રેન જામનગર સુધી રાખવામા આવી છે.


કઈ કઈ ટ્રેન રદ્દ
પોરબંદર-કાનાલુસ અને કાનાલુસ-પોરબંદર ટ્રેન રદ
પોરબંદર-રાજકોટ ટ્રેન પણ રદ
ઓખા-રામેશ્વર ટ્રેન રદ કરાઈ
સૌરાષ્ટ્ર મેલ પણ જામનગર સુધી ટર્મિનેટ કરાઈ
પુરી-ઓખા એક્સપ્રેસ ટ્રેન જામનગર સુધી રખાઈ
59205 પોરબંદર કાનાલુસ અને કાનાલુસ પોરબંદર ટ્રેન રદ
59212 અને 59211 પોરબંદર રાજકોટ ટ્રેન રદ
16734 ઓખા રામેશ્વર એક્સપ્રેસ ટ્રેન રદ
મોડપુરથી ટ્રેન રદ કરવામાં આવી
ટ્રેન 22945 સૌરાષ્ટ્રે મેલ રદ ટર્મિનેટ કરવામાં આવી
22946 મુંબઈ પરત મોકલવામાં આવી
ટ્રેન 22945 જામનગર સુધી ટર્મિનેટ કરવામાં આવી
22946 ખંભાળીયાથી પરત મોકલવામાં આવી
18401 પુરી-ઓખા એક્સપ્રેસ જામનગર સુધી કરવામાં આવી


ભાણવડમાં ચાર ઇંચ વરસાદ
ભાણવડની ફાલકુ નદી બે કાંઠે વહીરહી છે. પંથકમાં અત્યાર સુધી 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. હાલ મેઘાએ વિરામ મુક્યો છે પરંતુ પંથકમાં સર્વત્ર પાણી પાણી જ છે નદી નાળા છલકાઈ ગયા છે. વાહન વ્યવહાર ખોરવાયો છે.