નવી દિલ્હી: Ola ઈલેક્ટ્રિક ગ્રાહકો માટે સારો સમય શરૂ થયો છે કારણ કે કંપની S1 અને S1 Pro ઈલેક્ટ્રિક સ્કૂટરની ડિલિવરી શરૂ કરવા માટે તૈયાર છે. ચેન્નઈ અને બેંગ્લોરના ગ્રાહકોને સૌપ્રથમ 100 ઈલેક્ટ્રિક સ્કૂટર આપ્યા બાદ, કંપની હવે મુંબઈ, પુણે, અમદાવાદ અને વિશાખાપટ્ટનમમાં Ola ગ્રાહકોને ઈલેક્ટ્રિક સ્કૂટર આપવાનું શરૂ કરવા જઈ રહી છે. આ જાણકારી Ola Electric ના CEO અને કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આપી છે. આ સાથે, તેણે ડિલિવરી મળ્યા પછી ખુશ ગ્રાહકોના કેટલાક ફોટા પણ શેર કર્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શરૂઆતી કિંમત રૂ. 1 લાખ
તમને જણાવી દઇએ કે Ola S1 માટે શરૂઆતી કિંમત 1 લાખ રૂપિયા છે જે S1 Pro માટે 1.30 લાખ રૂપિયા સુધી છે. ઓલા ઇલેક્ટ્રિકે આ સ્કૂટરને S1 અને S1 Pro એમ બે વેરિઅન્ટમાં રજૂ કર્યું છે. આમાં, જ્યાં S1 2.98 kWh બેટરી પેક સાથે આવે છે, ત્યાં S1 Pro 3.97 kWh બેટરી પેકથી સજ્જ છે. S1 ને ફુલ ચાર્જ પર 120 કિમી સુધી ચલાવી શકાય છે અને S1 પ્રો એક જ ચાર્જ પર 180 કિમી સુધી ચાલી શકે છે. આ બંને ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમત અલગ-અલગ રાજ્યો દ્વારા આપવામાં આવતી સબસિડી પ્રમાણે ઓછી થાય છે.


સપ્ટેમ્બરમાં બે દિવસ માટે વિંડો ખોલી હતી
આ બંને ઈલેક્ટ્રિક સ્કૂટર તમિલનાડુમાં ચેન્નાઈ નજીક ઓલા ઈલેક્ટ્રિકના પ્લાન્ટમાં બનાવવામાં આવી રહ્યા છે. કંપનીએ આ જ પરિસરમાં એક નવું હાઇપરચાર્જર ઇન્સ્ટોલ કર્યું છે. થોડા સમય પહેલા, ઓલા ઈલેક્ટ્રીકે વચન આપ્યું હતું કે ગ્રાહકોની સુવિધા માટે દેશભરના 400 શહેરોમાં 1 લાખથી વધુ સ્થળો અને ટચપોઈન્ટ પર હાઈપરચાર્જર ઈન્સ્ટોલ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે ઓલા ઈલેક્ટ્રિકનો આ પ્લાન્ટ દુનિયાનો સૌથી મોટો ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ બનવા જઈ રહ્યો છે અને હાલમાં તેની કમાન સંપૂર્ણપણે મહિલાઓ સંભાળે છે. ઓલાએ આ ઈલેક્ટ્રિક સ્કૂટરના વેચાણ માટે સપ્ટેમ્બરમાં બે દિવસ માટે વિન્ડો ખોલી હતી અને ખૂબ જ જોરદાર ડિમાન્ડ બાદ કંપનીએ તેને માત્ર 48 કલાકમાં બંધ કરી દીધું હતું.