દામનગર : બોટાદની મહિલાને ગઢડાનાં જૂના સ્વામિનારાયણ મંદિરના બે સંતો અને લાઠીના નારાયણવગર ગામનાં સતદેવીદાસ આશ્રમના સાધુ સામે દુષ્કર્મની ફરિયાદ દાકલ થઇ છે. મહિલાએ આ ત્રણેય સાધુઓ સામે દામનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઇ છે. મહિલાનો આક્ષેપ છે કે, ગઢડા જૂના સ્વામિનારાયણ મંદિરના જગદીશ ભગત અને ભાવેશ ભગત તથા સતદેવીદાસ આશ્રમના રઘુરામ ભગત મજૂરી કામના બહાને નારાયણગઢ ખાતે લઇ ગયા હતા અને દુષ્કર્મ આચર્યુ હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ: રથયાત્રાનાં ચેકિંગ દરમિયાન ક્રાઇમબ્રાંચે દેશી કટ્ટાઓ સાથે આખી ગેંગની ધરપકડ કરી

મહિલાએ ત્રણેય સાધુઓ સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરાવી છે. તે બનાવ દોઢ વર્ષ પહેલા નારાયણગઢમાં બન્યો હતો. આજ સુધી મ હિલાએ આ ત્રણેય વિરુદ્ધ કોઇ ફરિયાદ દાખલ કરાવી નહોતી. હવે મહિલાએ હિંમત દાખવીને ત્રણેય સાધુઓ વિરુદ્ધ દામનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ત્રણેય સાધુની ધરપકડ કરી લીધી અને નિવેદનો લેવાની કાર્યવાહી હાથ ધરી છે. મહિલાએ 7 વખત દુષ્કર્મ આચરાયું હોવાનો આક્ષેપ મહિલા દ્વારા કરવામાં આવ્યો હતો. 


ઉડતા ગુજરાત: કચ્છ અને સુરત બન્યા નશાના પીઠા, SOGએ 59 કિલો ગાંઝા સાથે 3ની ધરપકડ કરી

મહિલાનો આરોપ હતો કે, છેલ્લા દોઢેક વર્ષથી બોટાદ ગામની મહિલાને નારાયણનગર ગામે સતદેવીદાસના આશ્રમમાં મજૂરી કામે બોલાવી મહિલાને રૂમમાં ગોંધી રાખી હતી. મહિલા પર ચોરીના ગુનામાં પકડાવી દેવાની ધમકી આફી તેને બોલાવીને તેના પર દુષ્કર્મ આચરતા હતા. ત્રણેય આરોપીઓ વારંવાર તે મહિલાને બોલાવીને વિવિધ ધમકીઓ આપીને તેના પર દુષ્કર્મ આચરતા રહ્યા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર