મુસ્તાક દલ, જામનગર: સોશિયલ મીડિયા પર અજાણી વ્યકિતની ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકારતા પહેલા યુવતીઓને સાવધાન થઈ જવાની જરુર છે. જામનગર જિલ્લાના જામજોધપુરના સીદસર ગામના 63 વર્ષીય વૃદ્ધ અને ધોરણ 10 અભ્યાસ ધરાવતા ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા રસિકલાલ વડાલીયાએ પોતાની દીકરીની ઉંમર જેવડી યુવતીઓને સોશિયલ મીડિયામાં ફેક આઇડી બનાવી ફસાવતો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જામનગર જિલ્લાના જામજોધરપુરમાં રહેતો એક 63 વર્ષીય વૃદ્ધ ઈન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવી પોતાની દીકરીની ઉંમર જેવડી યુવતીઓને ફસાવતો હોવાનો ખુલાસો થયો છે. આરોપી ઈન્સ્ટાગ્રામના માધ્યમથી યુવતીઓના ન્યૂડ ફોટો મેળવી બાદમાં બ્લેકમેઈલ કરતો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. વૃદ્ધની ધરપકડ કર્યા બાદ તેનો મોબાઈલ ચેક કરાતા તેમાંથી ત્રણ યુવતીઓના અશ્લીલ ફોટો મળી આવ્યા હતા.


ગાંધીનગર સચિવાલ પહોચ્યાં ખેડૂતો, બાકી વળતરના પૈસા ન મળતા કોમ્પ્યુટર સહિતનો સામાન ઉપાડી ગયા


આરોપી યુવતીઓના ન્યુડ ફોટો મેળવી બ્લેકમેઈલ કરતો
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સીદસર ગામના વૃદ્ધ સોશિયલ મીડિયા પર ફેક આઈડી બનાવી કોલેજ જતી યુવતીઓના ન્યુડ ફોટો મેળવી બ્લેકમેઈલીંગ કરતો હોવાની ફરિયાદ મળી હતી. જેમાં યુવતી સંબંધ તોડી નાખવાનું કહે તો તેના અંગત ફોટા સગા સંબંધીઓમાં વાયરલ કરીને સમાજમાં બદનામ કરવાની ધાક ધમકી આપતો હતો.


અમદાવાદમાં કોરોના વચ્ચે આ બિમારીનો વધ્યો ખતરો, એક અઠવાડિયામાં કેસમાં વધારો


જે અંગેની સાઈબર ક્રાઇમની મહિલા કર્મચારીઓની એક વિશેષ સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી હતી અને વોચ ગોઠવી હતી. જે દરમિયાન પોલીસકર્મી પૂજાબેન ધોળકિયાએ સોશિયલ મીડિયા એપ ઇન્સ્ટાગ્રામ પાસેથી જરૂરી માહિતી મંગાવી આઈએસપી રિપોર્ટ તથા આઈપીડીઆરનું ટેકનિકલ એનાલિસિસ કરી બ્લેકમેલ કરનારના મોબાઈલ નંબર શોધી કાઢ્યો હતા.


લ્યો બોલો...! પ્રેમિકા માટે પ્રેમીએ કરી નાખ્યો મોટો કાંડ, પછી જે કર્યું તે જાણીને ચોંકી જશો


જેમાં આરોપીના લોકેશન જામજોધપુરના સીદસર ગામનું આવતું હતું. જેથી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના સીધા માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમની ટીમને સીદસર ગામમાંથી રસિકલાલ નારણભાઈ વડાલીયા ઉ. 63 ને ઝડપી લીધો હતો તેની આઇડેન્ટિફાઈ કરી ધરપકર કરી હતી. જ્યારે ફરિયાદ પરથી સાયબર ક્રાઇમની ટીમે એક વૃદ્ધાને ઝડપી પાડ્યો છે અને તેના મોબાઇલમાં અન્ય યુવતીઓના ફોટો અને વીડિયો પણ કબજે કર્યા છે અને રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી છે.


અમદાવાદની ફિટનેસ ટ્રેનરના મનમાં એવું તો શું હતું કે સાતમાં માળેથી કૂદી ગઈ, આપઘાત પાછળનું આ છે કારણ


કઈ રીતે આરોપી આચરતો હતો ગુનો
સ્ટેપ-૧. આરોપી ઇન્સ્ટાગ્રામ ઉપર ફેક આઇ-ડી બનાવી
સ્ટેપ-ર. કાલાવાડ તથા જામજોધપુર તાલુકાની છોકરીઓની આઇ.ડી શોધી ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી મિત્રતા કરતા હતા.
સ્ટેપ-૩. મિત્રતા પછી તેમને પ્રેમજાળમાં ફસાવી છોકરીઓના અશ્લિલ ફોટા તથા વીડિયો મંગાવી સેવ કરી તથા સગા-સંબંધીને મોકલી વાયરલ કરી સમાજમાં બદનામ કરવાની ધાક-ધમકી આપી સંબંધ રાખવા માટે મજબુર કરી સાયબર ગુનાને અંજામ આપેલો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube