લ્યો બોલો...! પ્રેમિકા માટે પ્રેમીએ કરી નાખ્યો મોટો કાંડ, પછી જે કર્યું તે જાણીને ચોંકી જશો

આંગડિયા પેઢીમાંથી ખોટો હવાલો કરી 44 લાખ મેળવી પ્રેમિકા સાથે રાજસ્થાન મોજશોખ કરવા નીકળી પડ્યો, પરંતુ સીસીટીવીના આધારે આરોપીનો ભાંડો ફૂટ્યો અને નવરંગપુરા પોલીસે આંગડિયા કર્મચારી અને તેના મિત્રની ધરપકડ કરી છે

લ્યો બોલો...! પ્રેમિકા માટે પ્રેમીએ કરી નાખ્યો મોટો કાંડ, પછી જે કર્યું તે જાણીને ચોંકી જશો

ઉદય રંજન, અમદાવાદ: પ્રેમિકા માટે આંગડિયા પેઢીના કર્મચારીએ પોતાના માલિક સાથે વિશ્વાસઘાત કર્યો છે. આંગડિયા પેઢીમાંથી ખોટો હવાલો કરી 44 લાખ મેળવી પ્રેમિકા સાથે રાજસ્થાન મોજશોખ કરવા નીકળી પડ્યો, પરંતુ સીસીટીવીના આધારે આરોપીનો ભાંડો ફૂટ્યો અને નવરંગપુરા પોલીસે આંગડિયા કર્મચારી અને તેના મિત્રની ધરપકડ કરી છે.

પોલીસ ગિરફતમાં ઉભેલા આંગડિયા પેઢીના કર્મચારી રવિ વાળંદ અને તેના મિત્રએ મળી 44 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે. ઘટના કઈક એવી છે કે સીજી રોડ પર આવેલી એમ.કે.એન્ટરપ્રાઇઝ નામની આંગડિયા પેઢીમાં કામ કરતા કર્મચારી રવિ વાળંદે પોતાના મિત્ર જીતેન્દ્ર સાથે મળી 44 લાખ રૂપિયાનો કલોલના પી.એમ.આંગડિયા પેઢીમાં હવાલો કરાવ્યો હતો. જે પૈસાનો હવાલો રવિએ નોકરી કરતો એ જ આંગડિયા પેઢીમાંથી કરાવ્યો હતો.

બાદમાં આ હવાલાના રૂપિયા આરોપી રવિ અને બે મિત્રો જીતેન્દ્ર પ્રજાપતિ, વિજય કુમાર લેવા ગયા હતા. જોકે કલોલની આંગડિયા પેઢીના સીસીટીવીમાં સમગ્ર ગુનાનો પર્દાફાશ થયો. ત્યારે સામે આવ્યું કે હવાલાના પૈસા લેવા જીતેન્દ્ર પ્રજાપતિ અને વિજય ગયા હતા અને રવિ વાળંદ કલોલની આંગડિયા પેઢી બહાર ગાડીમાં બેઠો હતો. જે બાબતે ઠગાઈની ફરિયાદ નોંધાતા જ અગાઉ નવરંગપુરા પોલીસે આરોપી જીતેન્દ્ર પ્રજાપતિની ધરપકડ કરી હતી. જે બાદ સામે આવ્યું હતું કે રવિએ બન્ને જણાને પૈસા લેવા જવાનું કહ્યું હતું.

આંગડિયા પેઢીનો કર્મચારી રવિ વાળંદ મોટા ભાગના બધા પૈસા લઈ રાજસ્થાન ભાગી ગયો હતો. જેમાં પોલીસ તપાસમાં સામે આવ્યું કે રવિ પોતાની પ્રેમિકા લઈ રાજસ્થાન ફરવા જતો રહ્યો હતો. જ્યાં પ્રેમિકા સાથે મોજશોખ કરવામાં પૈસા વાપરી દીધા હતા. નોંધનીય છે કે મુખ્ય આરોપી રવિ વાળંદ છેલ્લા ત્રણેક વર્ષથી એમ.કે.એન્ટરપ્રાઇઝ નામની આંગડિયા પેઢીમાં મેનેજર તરીકે નોકરી કરતો હતો. પરંતુ પ્રેમિકા સાથે મોજશોખ કરવા લાખો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે.

ત્યારે અગાઉ પકડાયેલ જીતેન્દ્ર અને વિજય નામના આરોપીની મદદગારી સામે આવતા તે લોકોને પણ કાયદાના પાઠ ભણાવ્યા છે. આરોપીઓ પાસેથી છેતરપીંડીના પૈસા રિવકર થયા ન હોવાથી આરોપીઓએ પૈસાનો ઉપયોગ ક્યાં કર્યો છે અને મદદગારી કરનાર બન્ને મિત્રોનો છેતરપીંડીના પૈસામાં તેમનો કોઈ ભાગ હતો કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news