જસદણ : હાલ જસદણમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. કોને મત આપવો તે અંગે દરેક ગલી, દરેક નાકે ચર્ચા ચાલી રહી છે, ત્યાં જ જસદણ પેટાચૂંટણીના ત્રણ દિવસ અગાઉ જ જસદણના સૌથી મોટી ઉંમરના મતદારનું નિધન છે. 113 વર્ષના નાનુબેન રૂપારેલીયા આજે દિવંગત પામ્યા હતા. નાનુબેન જૂની પેઢીના હોવાથી દરેક ચૂંટણીમાં મતદાન કરતા હતા. તેમના નિધનથી તેમના પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જસદણમાં નાનુબેન સૌથી ઊંમરના મતદાર હતા. પરંતુ જસદણમાં અનેક એવા મતદારો છે, જેઓ 100 વર્ષ પાર કરી ચૂક્યા છે. જસદણમાં સાણથલી ગામે રહેતા 116 વર્ષા દૂધીબેન રુપારેલીયા, જંગવડના 112 વર્ષના રાણીબેન હરજીભાઈ દૂધાત, 110 વર્ષના શહેરમાં રહેતા જીવુબેન બધાભાઈ પરમાર, વિરનગરમાં રહેતા 110 વર્ષના રૂપાબેન નથુભાઈ જગોવડા, વડોદરા ગામે રહેતા 111 વર્ષના મીઠીબેન વશરામ સદાડિયા જેવા મતદારોએ 100 વર્ષની ઉંમર વટાવી છે. જેઓને મતદાન કરવાનો બહોળો અનુભવ છે. જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં વિધાનસભા મત વિસ્તારમાં કુલ 14 પુરુષ અને 51 સ્ત્રીઓ એવી છે, જે 100 વર્ષથી વધુ વયના છે. ગત વર્ષે ડિસેમ્બરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં આ આંકડો 56નો હતો. 


જસદણ પેટા ચૂંટણીમાં મોટી ઉંમરના આ તમામ મતદારાઓ માટે મતદાનના દિવસે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ શતાયુ મતદાતાઓને લાઈનમાં ઉભુ રહેવું ન પડે તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે.