Lawrence Bishnoi: ગુજરાતની જેલમાં બેઠો બેઠો ઉઘરાવી રહ્યો છે ખંડણી, 2-2 કરોડની ધમકી આપતાં મચ્યો હડકંપ
Lawrence Bishnoi viral audio clip : ચર્ચા છે કે, લોરેન્સ બિશ્નોઈએ સાબરમતી જેલમાંથી બેસીને 30 જેટલા ધમકીભર્યા ફોન કોલ્સ અને ઓડિયો મેસેજ મોકલ્યા છે
Lawrence Bishnoi extortion: જેલમાં રહેલા કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ પર લગામ લગાવવા એજન્સીઓને ઘણો સંઘર્ષ કરવો પડ્યો છે. કડકાઈ છતાં પોલીસ અને જેલ પ્રશાસન આ ગુનેગારને ખંડણીની માંગ કરતા અટકાવી શક્યું નથી. બિશ્નોઈની વાયરલ થઈ રહેલી ઓડિયો ક્લિપ પરથી આ વાત સામે આવી છે જેમાં તે જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યો છે. કહેવાય છે કે આ ક્લિપ સાબરમતિ જેલમાંથી મોકલવામાં આવી છે. હાલમાં લોરેન્સ બિશ્નોઈ દિલ્હીમાં છે પણ આ ધમકીઓ 22મીની આસપાસ આપવામાં આવી છે. પોલીસ કહે છે ગુજરાતમાં કડક બંદોબસ્ત છે તો એક નહીં 20 ધમકીઓ ફોન પર કેવી રીતે સાબરમતિ જેલમાં બેઠા બેઠા અપાઈ એ મામલે ગુજરાત પોલીસ પર પણ સવાલ ઉઠી શકે છે.
ઘણા રાજ્યોની પોલીસ માટે લોરેન્સ બિશ્નોઈ મોટો માથાનો દુખાવો બની ગયો છે, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે જેલ કોઈપણ રાજ્યની હોય, બિશ્નોઈની ખંડણી કોઈપણ અવરોધ વિના ચાલી રહી છે. તાજેતરના કિસ્સામાં, બિશ્નોઈએ કેટલાક બુકીઓ અને મોટા ઉદ્યોગપતિઓ પાસેથી બે-બે કરોડની ખંડણી માગી છે અને જો માંગણી પૂરી નહીં થાય તો તે 'કાચા ચાવી જશે' એવી ધમકીઓ આપી છે. તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતની સાબરમતી જેલમાં બંધ બિશ્નોઈ હાલમાં ક્રાઈમ બ્રાન્ચના રિમાન્ડ પર છે, જેને પોલીસ પૂછપરછ માટે ગુજરાતથી દિલ્હી લાવી છે.
ગુજરાત પર એક નહિ બે સંકટ : એકસાથે બે વાવાઝોડા ત્રાટકશે, ફરી ચક્રવાત તબાહી લાવશે
વાયરલ થઈ રહેલા ઓડિયોમાં દાવો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બિશ્નોઈની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. આ ક્લિપ ગયા મહિનાની 22 મેની જણાવવામાં આવી રહી છે. જેમાં તે ઉત્તર ભારતના કેટલાક સટ્ટાબાજીના સંચાલકો અને વેપારીઓને ફોન કરીને બે કરોડ રૂપિયાની માંગણી કરતો હતો. આ રેકોર્ડિંગમાં લોરેન્સ કોઈને ધમકી આપી રહ્યો છે, 'જે દિવસે હું છૂટી જઈશ એ દિવસે તને કાચો ખાઈ જઈશ. મારા અવાજનું રેકોર્ડિંગ કરો, પછીથી તે કેસ દાખલ કરવામાં તમારા માટે ઉપયોગી થશે. આવી ધમકીઓ મળવાના કારણે સટ્ટાબાજીના સંચાલકો અને ધંધાર્થીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે ઝી 24 કલાક એ ઓડિયો ક્લિપની પુષ્ટિ કરતું નથી.
ગુજરાત પર નહિ આવે સુનામીનું સંકટ, કાંઠાના લોકોનું રક્ષણ કરવા શરૂ કરાયો મિસ્ટી અભિયાન
આઈપીએલ દરમિયાન વોઈસ મેસેજ દ્વારા ધમકી આપવામાં આવી
સૂત્રોનો દાવો છે કે આવા 30 જેટલા ધમકીભર્યા ફોન કોલ્સ અને ઓડિયો મેસેજ મોકલવામાં આવ્યા છે. આ કોલ સાબરમતી જેલમાંથી કરવામાં આવ્યા છે. આ દરમિયાન દિલ્હી, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનના સટ્ટા ઓપરેટરો અને વેપારીઓને ધમકીભર્યા કોલ આવ્યા હતા. દરેક પાસે બે કરોડ રૂપિયાની માંગણી કરી. જેમણે ફોન ઉપાડ્યો ન હતો. તેમને વોઈસ મેસેજ મોકલીને ખંડણી માંગવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે દરમિયાન કેટલાક સટ્ટાબાજી ઓપરેટરો જે IPL સિઝનના મધ્યમાં દુબઈમાં હતા, તેઓ હવે દિલ્હી આવીને પોલીસમાં FIR નોંધાવી શકે છે. ઉલ્લેખનીય છે કે, લોરેન્સ બિશ્નોઈ સનલાઈટ કોલોનીમાં ખંડણી અને ફાયરિંગના કેસમાં ક્રાઈમ બ્રાન્ચના રિમાન્ડ પર છે. આ કેસ બહાર આવતાં ગુજરાતની પોલીસ અને સાબરમતિ જેલના સત્તાવાળા સામે સીધા સવાલો ઉઠ્યા છે. જોકે, Zee24 kalak આ વાયરલ ઓડિયો ક્લિપ બાબતે કોઈ પુષ્ટી કરતું નથી કે તે સાબરમતિ જેલમાંથી જ વાયરલ થઈ છે.
અમદાવાદીઓ આ ખાતા પહેલા સાવધાન! ફેમસ KFC રેસ્ટોરન્ટના પાણીમાં મળ્યા બેક્ટેરિયા