monkey eating panipuri video હિમાંશું ભટ્ટ/મોરબી : માણસો જ નહિ, પ્રાણીઓને પણ સ્વાદનો ચટાકો હોય છે. ચટાકેદાર વસ્તુઓ ખાતા પ્રાણીઓના અનેક વીડિયો તમે જોયા હશે. પરંતુ મોરબીના વાંદરા જેવુ કોઈ નથી. મોરબીમાં ગઈકાલે સાંજે એક અદભૂત ઘટના જોવા મળી હતી. લોકોથી ભરેલા બજારમાં અચાનક વાંદરો આવી ચઢ્યો હતો. લોકોના આશ્ચર્ય વચ્ચે વાંદરો સીધો પાણીપુરીની લારી પર જ આવી ચઢ્યો હતો. એટલુ જ નહિ, પાણીપુરી વાળા ભૈયાએ તેને પાણીપુરી આપતા તે ઝટપટ પાણીપુરી ખાવા લાગ્યો હતો. આ ઘટનાનો વીડિયો હાલ ચર્ચામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોરબી જીલ્લાના ટંકારામાં ગઈકાલે સાંજના અરસામાં ભારે રોમાંચિત ઘટના બની હતી. મોરબીના વચ્ચોવચ દયાનંદ સરસ્વતી ચોક આવેલું છે. આ ચોકમા સતત માણસોની અવરજવર રહેતી હોય છે. આવામાં અચાનક એક વાંદરો ત્યાં આવી ચઢ્યો હતો. ચોકમાં એક પાણીપુરીવાળો હતો. વાંદરો સીધો જ પાણીપુરીની લારીએ આવીને ગોઠવાઈ ગયો હતો. 


ભાજપમાં વાવાઝોડુ : મોરબીમાં કેબિનેટ મંત્રીની હાજરીમાં ધારાસભ્ય-સાંસદ બાખડ્યા


અમેરિકા જવાનું સપનું જોનારા જરૂર વાંચે, USA જવા નીકળેલા પટેલ દંપતીનું ઈરાનમાં અપહરણ


મોરબીની આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અબોલ પ્રાણીઓની સેવા કરવાથી મોટું પુણ્ય કામ બીજુ કોઈ નથી. ત્યારે હાલ મોરબીના આ પાણીપુરીવાળા ભૈયાના ચારેતરફ વખાણ થઈ રહ્યાં છે. જેણે ભૂખ્યા વાનરને ભોજન પીરસ્યું, પછી ભલે તે પાણીપુરી કેમ ન હોય. 


કેનેડામાં પગ મૂકતા પહેલા આ જાણી લેજો, ત્રણ મહિનામાં 3 ગુજરાતી યુવકોના મૃતદેહ મળ્યા