કેનેડામાં પગ મૂકતા પહેલા આ જાણી લેજો, ત્રણ મહિનામાં 3 ગુજરાતી યુવકોના મૃતદેહ મળ્યા

Gujarati students in Canada : વર્ષ 2023 માં અત્યાર સુધી કેનેડામાં ભણતા ત્રણ ગુજરાતી યુવકોના મોત નિપજ્યાં છે. આ વિદ્યાર્થીઓમાંથી બે વિદ્યાર્થીઓ કેનેડાની યોર્ક યુનિવર્સિટીમાં ભણતા હતા

કેનેડામાં પગ મૂકતા પહેલા આ જાણી લેજો, ત્રણ મહિનામાં 3 ગુજરાતી યુવકોના મૃતદેહ મળ્યા

Gujaratis In Canada : છેલ્લા કેટલાક સમયથી તમે સાંભળી રહ્યા હશો કે તમારા કોઈ સંબંધી કે પાડોશી કેનેડામાં જઈ રહ્યાં છે, અથવા તો ત્યાં સેટલ્ડ થયા છે. કેનેડા જવાની રીતસરની લાગેલી હોડ વચ્ચે કેટલીક આઘાતજનક ઘટનાઓ બની રહી છે, જેને ધ્યાનમાં લેવી જરૂરી છે. જ્યાં દર બીજો ગુજરાતી જવાનું ખ્વાબ જોઈ રહ્યો છે, એ કેનેડાની ધરતી હવે ગુજરાતીઓ માટે સલામત નથી તેવા સવાલો ઉઠી રહ્યાં છે. છેલ્લા ત્રણ મહિનામાં ત્રણ વિદ્યાર્થીઓના મોત નિપજ્યા છે. છેલ્લા કેટલાત સમયથી વિદેશમાં રહેતા ગુજરાતીઓના મોતના સમાચાર મળી રહ્યા છે ત્યારે આજે વધુ એક ગુજરાતી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. સતત વધી રહેલા મોતના સિલસિલાથી કહી શકાય કે વિદેશની ધરતી હવે ગુજરાતીઓ માટે સલામત નથી રહી. કેનેડામાં વધુ એક ગુજરાતી યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. ચાર દિવસથી લાપતા વિશય પટેલનો ગઈકાલે મૃતદેહ મળી આવ્યો છે. 

એક જ યુનિવર્સિટીમાં બે ગુજરાતી યુવકોના મોત 
વર્ષ 2023 માં અત્યાર સુધી કેનેડામાં ભણતા ત્રણ ગુજરાતી યુવકોના મોત નિપજ્યાં છે. આ વિદ્યાર્થીઓમાંથી બે વિદ્યાર્થીઓ કેનેડાની યોર્ક યુનિવર્સિટીમાં ભણતા હતા. , ગત એપ્રિલ મહિનામાં પણ આ જ યોર્ક યુનિવર્સિટીમાં ભણતા ગુજરાત યુવકનો મૃતદેહ મળ્યો હતો. કેનેડામાં અભ્યાસ અર્થે ગયેલો મૂળ અમદાવાદનો ગુજરાતી યુવક હર્ષ પટેલ ગુમ થયો ગયો હતો. આ બાદ ગુમ થયો હોવાની ટોરેન્ટો પોલીસને ફરિયાદ કરતા તપાસ દરમિયાન હર્ષ પટેલનો મૃતદેહ 19 એપ્રિલના રોજ મળી આવ્યો હતો. મૂળ અમદાવાદનો 26 વર્ષીય હર્ષ પટેલ છેલ્લા બે દિવસથી ગુમ થયો હતો અને લાંબી શોધખોળ બાદ ટોરેન્ટોમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. જો કે હર્ષન પટેલના મોતનું કારણ હજી સુધી સામે આવ્યું નથી. હર્ષનો પાસપોર્ટ, ક્રેડીટ કાર્ડ સહિતના દસ્તાવેજો પણ ગુમ હતા. આ ઘટના અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તો શું યોર્ક યુનિવર્સિટીમાં ગુમ થતા ગુજરાતી યુવકોનુ શું રહસ્ય છે. 

6 મહિનામાં કોના કોના મોત થયા

  • એપ્રિલ મહિનો - હર્ષ વિનસ મહેતા
  • મે મહિનો - આયુષ ડાખા
  • જુન મહિનો - વિશય પટેલ

ગુજરાતીઓ માટે ખુલ્યા કેનેડા જવાના દરવાજા, હવે IELTS વગર પણ જઇ શકાય છે, જાણો કેવી રીત

ચાર દિવસથી ગાયબ હતો વિશય પટેલ
કેનેડામાં અભ્યાસ માટે ગયેલો વિદ્યાર્થી વિશય પટેલ ગત ગુરુવારથી કેનેડામાં ગુમ થયો હતો. તે ચાર દિવસ પહેલા બ્રાન્ડેન શહેરમાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ તેની પોલીસ ફરિયાદ કરાઈ હતી. બ્રાન્ડેન પોલીસે તેના ગુમ થવા અંગે સોશિયલ મીડિયા પર પણ પોસ્ટ મૂકી હતી. બ્રાન્ડેન શહેરની પૂર્વ દિશામાં અસિનીબોઈન નદી અને હાઈવે 110 બ્રિજ પાસેથી વિશયનો મૃતદેહ મળી આવ્યો હતો. વિશય પટેલ શુક્રવારે સવારથી ગુમ થયો હતો. આ 20 વર્ષીય યુવક ઘરના વીડિયો સર્વેલન્સમાં જોવા મળ્યો હતો. 

ગત મહિને ભાવનગરના યુવકનું મોત થયુ હતું 
ગત મહિને કેનેડામાં મૂળ ભાવનગરના સિદસર ગામનાં એક પટેલ પરિવારના પુત્રની કેનેડામાંથી લાશ મળી આવી હતી. સીદસર ગામનો આયુષ રમેશભાઈ ડાખરા નામનો યુવાન કેનેડાના ટોરેન્ટો શહેરમાં અભ્યાસ કરતો હતો. ત્યારે પુત્રના નિધનના સમાચાર મળતા પરિવારમાં ગમગીની છવાઈ હતી. DySP રમેશભાઈ ડાંખરાનો પુત્ર સાત દિવસ પહેલાં કેનેડાના ટોરન્ટોથી ગુમ થયો હતો. કેનેડાની ફેમસ યોર્ક યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા આયુષ ડાંખરા સાત દિવસ પહેલા ગુમ થયો હતો અને ત્યાર બાદ તેની લાશ મળી આવી હતી. આયુષ ડાંખરા મૂળ ભાવનગર પાસેના સિદસર ગામના વતની રમેશભાઈ ડાંખરાનો પુત્ર હતો. રમેશભાઈ ડાંખરા હાલ પાલનપુર ખાતે DYSP તરીકે ફરજ બજાવે છે. આયુષ ડાંખરા ધોરણ-12 બાદ વધુ અભ્યાસ માટે સાડાચાર વર્ષ પહેલાં કેનેડા ગયો હતો. આયુષ ગત તારીખ 5 મેના રોજ ગુમ થઈ ગયો હતો. આ અંગે મિત્રોએ પરિવારને આયુષ ગુમ થયો હોવાની જાણ કરી હતી. તેમ જ તેના મિત્રો એ આયુષ ગુમ થવાની ત્યાંની પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી.

એપ્રિલ મહિનામાં હર્ષ મહેતાનું મોત
અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતો 26 વર્ષીય હર્ષ પટેલ કેનેડાની યોર્ક યુનિવર્સિટીમાં ભણતો હતો. ચાર દિવસથી ગાયબ હર્ષ મહેતાનો મૃતદેહ બાદમાં નદી કિનારે મળી આવ્યો હતો. 

આવું પહેલીવાર નથી થયું કે, ભારતીય વિદ્યાર્થીઓના કેનેડામાં મોત થયા હતા. આ પહેલા પણ ગત વર્ષે અનેક ગુજરાતી વિદ્યાર્થીઓના મોતના ખબર આવ્યા છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news