ઝી ન્યૂઝ/ બ્યુરો: ઓમિક્રોનના ખતરા સામે લડવા રાજકોટ અને સુરત મહાનગર પાલિકા એક્શનમાં આવી ગઈ છે. હાઇરીસ્કવાળા 11 દેશમાંથી સુરત આવેલા 41 લોકોના ટેસ્ટ કરવામા આવ્યા. જેમાંથી 31 મુસાફરોના RT-PCR ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે 10 મુસાફરના રિપોર્ટ પેન્ડિંગ છે. તો અમેરિકાથી કુંભારિયામાં આવેલા વૃદ્ધ દંપતીમાંથી પતિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ દંપતીએ ફાઇઝરની રસી મુકાવી હતી. તેવી જ રીતે રાજકોટમાં છેલ્લા 3 દિવસમાં વિદેશથી આવેલા 42 પ્રવાસીની અમદાવાદ ઈન્ટરનેશનલ એરોપોર્ટે રાજકોટ મહાનગર પાલિકાને યાદી મોકલી છે. તેથી મનપાની આરોગ્ય શાખાના તબીબો આ તમામના સરનામાઓ શોધી રહ્યા છે અને બધા ક્યા દેશમાંથી આવ્યા તેની નોંધ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલ વિદેશથી આવેલા તમામ લોકોને 7 દિવસ માટે હોમ ક્વોરોન્ટાઇન કરી દેવામાં આવ્યા છે. જોખમી દેશની કેટેગરી સિવાયના અન્ય દેશોમાંથી આવેલા 426 મુસાફરોમાંથી 178 મુસાફરોના RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 70 મુસાફરોનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. જ્યારે 108નો રિપોર્ટ પેન્ડીંગ છે. 


સુરતમાં આ જગ્યાએ મસાજ પાર્લરમાં બંધ રૂમે મહિલાઓ ગ્રાહકોને કરાવે છે મજા, હાઇપ્રોફાઇલ કૂટણખાનાનો પર્દાફાશ


સુરતમાં આવેલા 4 NRIના સેમ્પલ પણ લેવાયા આવ્યા છે. રોજગાર અર્થે ગયેલા ચોર્યાસી તાલુકાના એકલારા ગામના વતની ત્રણ દિવસ પહેલા યુકેથી પરત આવ્યા હતા. જ્યારે કામરેજ તાલુકાના ખાનપુરના ત્રણ વ્યક્તિ પણ પરત આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ તમામને હાલ ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા છે..


અત્રે નોંધનીય છે કે, કુંભારિયા ગામના NRI વૃદ્ધે ગત તારીખ 10-03-21ના રોજ અમેરીકા ના જેન્સેન ખાતે ફાયઝર રસીનો 1લો ડોઝ અને બીજો ડોઝ પણ લઈ લીધો હતો. તો તેમના પત્ની એ પણ બંને ડૉઝ લીધા હતા. તેમ છતાં વૃધ્ધનો ખાનગી લેબમાં આરટી-પીસીઆર ટેસ્ટ પૉઝિટિવ આવ્યો હતો.


ઓમિક્રોનના ખતરા વચ્ચે રાજકોટ મનપા એક્શનમાં..
ઓમિક્રોનના ખતરા વચ્ચે હવે રાજકોટ મહાનગર પાલિકા એક્શનમાં આવી ગઈ છે. છેલ્લા 3 દિવસમાં વિદેશથી આવેલા 42 પ્રવાસીની અમદાવાદ ઈન્ટરનેશનલ એરોપોર્ટે રાજકોટ મહાનગર પાલિકાને યાદી મોકલી છે. તેથી મનપાની આરોગ્ય શાખાના તબીબો આ તમામના સરનામાઓ શોધી રહ્યા છે અને બધા ક્યા દેશમાંથી આવ્યા તેની નોંધ કરશે. જોકે કોરોના વાઇરસના નવા વેરિયન્ટનું જોખમ છે તેવા એકપણ દેશ ન હોવાની શક્યતા આરોગ્ય વિભાગે વ્યક્ત કરી છે. 


વાપીના બિલ્ડરને અંડરવર્લ્ડના નામે ધમકી: 'તેરે કો કુછ નહી મિલેગા, મગજમારી કરેગા તો ઠોક દુંગા'


હાલ આ તમામ પ્રવાસીઓને ટ્રેક કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ બધાને નવી ગાઈડલાઈન મુજબ એરપોર્ટ પર તો સ્ક્રીનિંગ અને ટેસ્ટિંગ બાદ જ જવા દેવામાં આવ્યા છે..તેમ છતા હાલ તમામને ક્વોરન્ટાઈન રાખવામાં આવશે..અને 7માં તેમજ 14માં દિવસે ટેસ્ટ કરવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube