હવે ઉત્તર ગુજરાતમાં થશે ઓમિક્રોનના સેમ્પલની તપાસ, પાટણમાં શરૂ થશે લેબોરેટરી
હવે ગુજરાતમાં ઓમિક્રોન વેરિએન્ટની તપાસ માટે બીજી લેબોરેટરી શરૂ થવા જઈ રહી છે. પાટણમાં આ લેબ શરૂ થશે. આ પહેલા ગુજરાતમાં માત્ર ગાંધીનગરમાં જ ટેસ્ટિંગ લેબ આવેલી હતી.
પાટણઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના વાયરસ અને ઓમિક્રોનના કેસમાં વધારો થઈ રહ્યો છે. આ સેમ્પલના ટેસ્ટ માટે રાજ્યમાં અત્યાર સુધી ગાંધીનગરમાં RTPCR લેબ હતી. પરંતુ હવે ઉત્તર ગુજરાતમાં એક નવી લેબોરેટરી તૈયાર થવાની છે. ઉત્તર ગુજરાતમાં ઓમિક્રોન વેરિએન્ટના ટેસ્ટિંગ માટે ગુજરાત બાયો ટેક્નોલોજી રિસર્ચ સેન્ટર અને HNGU પાટણ વચ્ચે એમઓયૂ થયા છે. પાટણની HNGU યુનિવર્સિટીના માઇક્રો બાયોલોજી વિભાગમાં ઓમિક્રોન લેબોરેટરી તૈયાર કરવામાં આવી રહી છે. જે ઓમિક્રોન લેબોરેટરી ઓમિક્રોનના RTPCR ટેસ્ટિંગ માટેની તમામ મેડિકલ સાધનોથી સજ્જ કરવામાં આવશે.
હવે પાટણમાં થશે ટેસ્ટિંગ
પાટણ HNGU ખાતે તૈયાર થઈ રહેલ ઓમીક્રીન લેબોરેટરી ઉત્તર ગુજરાત માટે ખૂબજ સારા સમાચાર છે. આ લેબ માત્ર થોડા સમયમાં શરૂ થઈ જશે. હાલ યુનિવર્સિટીમાં લેબ માટે RTPCR મશીન લેમીનાર એફોર્લો મશીનસપેટ્રો ફોટો મીટર સહિતના જરૂરી સાધનો ઉપલબ્ધ છે. જેથી ઓછા ખર્ચે અને ઝડપી રિપોર્ટ તૈયાર થઈ જશે.
આ પણ વાંચો- જે લોકોએ વેક્સીનનો બીજો ડોઝ લીધો નથી તેને હવે પોલીસનો ફોન આવશે, AMCએ લીધો મહત્વનો નિર્ણય
પાટણ યુનિવર્સિટી ખાતે તૈયાર થઈ રહેલી ઓમિક્રોન લેબોરેટરી માટે આઠ જેટલો સ્ટાફ હાલ ગાંધીનગર ખાતે તાલીમ લઈ રહ્યો છે. હવે ઉત્તર ગુજરાતમાં આ લેબ તૈયાર થવાથી ઝડપથી રિપોર્ટ મળી રહેશે અને અન્ય જગ્યાએ સેમ્પલ મોકલવાની જરૂર પડશે નહીં. આ લેબમાં ઓમિક્રોન, આરટીપીસીઆર ટેસ્ટિંગ સહિત રિપોર્ટ એક દિવસ એટલે કે માત્ર 24 કલાકમાં આવી જશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube