5 વર્ષમાં રોકાણકારો માલામાલ! અદાણીના આ શેર પર મોટું અપડેટ; 1500 રૂપિયાને પાર થઈ જશે ભાવ!
ગૌતમ અદાણીની કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક જોન છે, જેમના શેરમાં સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે મંગળવારે લગભગ 8 ટકાનો વધારો થયો હતો. જોકે, બજાર બંધ થયું ત્યાં સુધીમાં અદાણી પોર્ટનો શેર 5.86% વધીને રૂ. 1,287 પર બંધ થયો હતો.
Trending Photos
અદાણી ગ્રુપની એક કંપનીને લઈને ટાર્ગેટ સામે આવ્યો છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે આ શેર 1500 રૂપિયાની પાર જઈ શકે છે. આ શેરને લઈને રોકાણકારો સારી ખરીદી કરી રહ્યા છે અને કંપનીનો ગ્રોથ પણ ઘણો સારો દેખાઈ રહ્યો છે. મંગળવારે આ શેરમાં શાનદાર તેજી જોવા મળી અને આ 8 ટકા વધીને 1310 રૂપિયા સુધી પહોંચી ચૂક્યો હતો.
આ ગૌતમ અદાણીની કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક જોન છે, જેમના શેરમાં સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે મંગળવારે લગભગ 8 ટકાનો વધારો થયો હતો. જોકે, બજાર બંધ થયું ત્યાં સુધીમાં અદાણી પોર્ટનો શેર 5.86% વધીને રૂ. 1,287 પર બંધ થયો હતો. ડિસેમ્બર 2023માં આ શેર 858.25 રૂપિયાના 52 અઠવાડિયાના નીચલા સ્તરે હતો, જ્યારે જૂન 2024માં આ શેર પોતાના 52 વીકના હાઈ લેવલ 1607.95 રૂપિયા પર હતો.
અદાણી પોર્ટના શેરોમાં તેજી
અદાણી પોર્ટના શેર સતત 3 દિવસથી ભાવમાં આગળ વધી રહ્યા છે. આ સમયગાળા દરમિયાન આ શેર 11 ટકાથી વધુ આગળ વધી ચૂક્યા છે. છેલ્લા પાંચ દિવસ દરમિયાન આ શેરમાં 12 ટકાથી વધુનો વધારો જોવામાં આવ્યો છે. જોકે, 6 મહિના દરમિયાન આ શેરમાં લગભગ 19 ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. જ્યારે આ વર્ષે અત્યાર સુધીમાં અદાણી પોર્ટના શેર 23 ટકા વધ્યા છે.
ક્યાં સુધી જશે અદાણી પોર્ટનો શેર?
સ્થાનિક બ્રોકરેજ મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસિસના વિશ્લેષકો માને છે કે કંપની ઉદ્યોગના વિકાસને આગળ વધારવા અને બજાર હિસ્સો મેળવવા માટે ખૂબ જ સારી સ્થિતિમાં છે. પોર્ટ બિઝનેસ સાથે લોજિસ્ટિક્સ બિઝનેસનું એકીકરણ તેની સર્વિસ ઓફરિંગમાં વધારો કરી રહ્યું છે. બ્રોકરેજે અદાણી પોર્ટના શેર પર રૂ. 1,530નો ટાર્ગેટ આપ્યો છે. સાથે 'બાય' રેટિંગ પણ રાખવામાં આવ્યું છે.
પાંચ વર્ષમાં કર્યા માલામાલ
અદાણી પાર્ટના શેરે પાંચ વર્ષમાં રોકાણકારોને માલામાલ કર્યા છે. આ શેરે રોકાણકારોને પાંચ વર્ષમાં 251 ટકાનું રિટર્ન આપ્યું છે. એટલે કે રોકાણકારોના પૈસા આ સમયગાળા દરમિયાન 3.5 ગણો વધારો થયો છે.
Disclaimer: કોઈ પણ શેરમાં રોકાણ કરતા પહેલા નાણાકીય સલાહકારની મદદ જરૂર લો. Zee News તમને એવી કોઈ માહિતી આપતું નથી કે તમે તેમાં રોકાણ કરો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે