ખેડાઃ ખેડા જિલ્લાના મહુધા તાલુકાના નંદ ગામે એક ખાળકુવામાં પડી જવાના કારણે એક યુવતીનું ઘટનાસ્થળે જ મોત થયું છે. ઘટનામાં ઈજાગ્રસ્ત અન્ય 3 યુવતીઓને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ઘટનાની જાણ થતાં ગામ લોકોએ કુવામાં પડેલા લોકોને દોરડા વડે ખેંચીને બહાર કાઢ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નંદ ગામે ચાર યુવતીઓ એક ખાળકુવાની પાસે ઉભી હતી. અચાનક જ ખાળકુવાનો સ્લેબ તુટી જતાં એક યુવતી ખાળકુવામાં પડી ગઈ હતી. ખાળકુવામાં પડી ગયેલી યુવતીને બચાવવા માટે અન્ય ત્રણ યુવતીઓએ પણ ખાળકુવામાં છલાંગ લગાવી હતી.  


ખેરાલુના રબારી સોમાભાઈ નામના દર્દીનું કોંગો વાઇરસથી સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ મૃત્યુ


ઘટનાની જાણ થતાં જ ગામ લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને દોરડા વડે ચારેય યુવતીઓને ખેંચીને બહાર કાઢી હતી. જોકે, 18 વર્ષીય નીતલ નામની યુવતીનું સારવાર દરમિયાન મોત થઈ ગયું છે. અન્ય ઈજાગ્રસ્ત 3 યુવતીને વધુ સારવાર માટે નડિયાદ ખાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. નડીયાદ ફાયર વિભાગની ગાડી અને મહુધા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. 


જૂઓ LIVE TV...


ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....