આ છે યુનાઈટેડ વેના મેદાનની દશા! ગરબામાં જવું હોય તો કાદવમાં પગ ગંદા કરવાની તૈયારી રાખજો
વડોદરાના એ ઐતિહાસિક ગરબાને તો કેમ કરી ભૂલાય? યુનાઈટેડ વેના ગરબામાં પહેલા દિવસે ખેલૈયાઓએ મનમુકીને ગરબાની રમઝટ બોલાવી. પ્રાચીન અને અર્વાચિન ગરબાના તાલે ખેલૈયા મનમુકીને ગરબે રમ્યા.
Vadodara Navratari 2024: નવલા નોરતાનો પ્રારંભ થઈ ગયો છે. ગુજરાતીઓએ મનમુકીને ગરબા રમવાની શરૂઆત કરી દીધી. 9 દિવસની આ નવરાત્રિમાં ખેલૈયા મનમુકીને ગરબાની રમઝટ બોલાવશે. ત્યારે સંસ્કારી નગરી વડોદરાના ગરબા વિશ્વવિખ્યાત છે. યુનાઈટેડ વેના ગરબામાં પહેલા દિવસે ખેલૈયાઓને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. શું પડી સમસ્યા?
- ગરબાની આવી રાત રાત...!
- ગરબે ઘૂમ્યું ગરવું ગુજરાત
- સંસ્કારી નગરીમાં જામ્યો રંગ
- પ્રથમ નોતરે માની આરાધના
- પહેલા દિવસે ખેલૈયાઓમાં કચવાટ
- યુનાઈટેડ વેના ગરબામાં કાદવ-કિચડ
ગુજરાત એટલે ગરબા અને ગરબા એટલે ગુજરાત...એક સિક્કાની બે બાજુ જેવા આ બન્ને એકબીજાના પર્યાઈ છે. વડોદરાના એ ઐતિહાસિક ગરબાને તો કેમ કરી ભૂલાય? યુનાઈટેડ વેના ગરબામાં પહેલા દિવસે ખેલૈયાઓએ મનમુકીને ગરબાની રમઝટ બોલાવી. પ્રાચીન અને અર્વાચિન ગરબાના તાલે ખેલૈયા મનમુકીને ગરબે રમ્યા. યુનાઈટેડ વેના ગરબા વડોદરા કે ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશ અને દુનિયામાં એક આગવી ઓળખ ધરાવે છે.
ટ્રસ્ટના માધ્યમથી ચાલતા આ ગરબામાં ગુજરાતી ભાતીગળ સંસ્કૃતીના દર્શન થાય છે. જો કે આ ગરબાના પાસની કિંમત અનેક ઘણી હોય છે. જો કે આ પૈસાનો ઉપયોગ સેવાકાર્યો માટે થતો હોવાનો દાવો કરવામાં આવે છે.પરંતુ પહેલા દિવસે પૈસા ખર્ચીને ખેલૈયાઓએ મોટી મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો...પહેલા દિવસે કાદવ અને કિચડ વચ્ચે ખેલૈયાઓએ ગરબે રમવું પડ્યું.
- ગરબાના રંગે રંગાયું ગરવું ગુજરાત
- પહેલા નોરતે ખેલૈયાઓની રમઝટ
- યુનાઈટેડ વેના ગરબામાં પડી મુશ્કેલી
- ગ્રાઉન્ડમાં કાદવ-કિચડનું સામ્રાજ્ય
- ખેલૈયાઓએ ઠાલવ્યો બળાપો
યુનાઈટેડ વેના ગરબાના મેદાનમાં પગ ખૂપી જાય એટલો કાદવ જોવા મળ્યો. અનેક ખેલૈયાઓના કપડા ખરાબ થયા હતા. તો આ મામલે જ્યારે ગરબા આયોજકોનો અમે સંપર્ક સાધ્યો તો તેમણે કહ્યું કે, મેદાનની નીચે પાણી હોવાને કારણે આ સમસ્યા સર્જાઈ છે પરંતુ તેના સમાધાનના પ્રયાસ ચાલુ છે. તો અનેક શહેરીજનોએ સોશિયલ મીડિયા પર પોતાનો બળાપો કાઢ્યો હતો. હજારો રૂપિયાના પાસ ખરીદીને પણ સુવિધાના નામે મીંડુ જ મળ્યું છે.
નવરાત્રિ પહેલા આવેલા વરસાદથી ખેલૈયાઓના ધબકારા વધી ગયા હતા. જો કે મેઘરાજાએ ખમૈયા કરી અને હવે વરસાદે વિરામ લઈ લીધો છે. પરંતુ વરસાદને કારણે હજુ પણ કેટલીક જગ્યાએ કાદવ-કિચડ જોવા મળી રહ્યો છે. ત્યારે જોવું રહ્યું કે, પૈસા આપીને ગરબે રમવા જતાં ખેલૈયાઓને ક્યારે સારુ સુવિધા મળે છે?