* મહાત્મા ગાંધી જન્મ જયંતિ માં મુખ્યમંત્રી વિજય રૂપાણી વિવિધ કાર્યક્રમો
* પોરબંદર ખાતે કીર્તિ મંદિર મા સર્વધર્મ પ્રાર્થના સભા માં વિડિઓ કોન્ફરન્સ થી જોડાશે
* સવારે 8 વાગે સર્વ ધર્મ પ્રાર્થના સભા માં જોડાશે મુખ્યમંત્રી વિજય રૂપાણી
* સવારે 9.30 વાગે મુખ્યમંત્રી વિજય રૂપાણી વિડિઓ કોનફરન્સ ના માધ્યમથી વધુ એક યોજના નો કરાવશે શુભારંભ
* મુખ્યમંત્રી વિડિઓ કોન્ફરન્સ થી આણંદ, મહેસાણા, ગાંધીનગર અને પોરબંદર માં 100 ટકા નલ સે જલ  યોજના નો શુભારંભ કરાવશે
* મુખ્યમંત્રી વિજય રૂપાણી સવારે 10.30 વાગે 1001 આંગણવાડી નું ઇ લોકાર્પણ અને ભૂમિપૂજન ઓનલાઇન કરશે
* રાજ્યકક્ષા ના હેન્ડ વોશિંગ કાર્યક્રમમાં પણ વિડિઓ કોન્ફરન્સથી મુખ્યમંત્રી રહેશે ઉપસ્થિત
* અન્ય જિલ્લાઓ માં નાયબ મુખ્યમંત્રી સહિત મંત્રી મંડળ ના સભ્યો ઉપસ્થિત રહેશે 
* આ સિવાય તેડાગર બહેનો માટે માતા યશોદા એવોર્ડ, nita એપ અને ડેશબોર્ડ તથા પોસ્ટ વિભાગ દ્વારા તૈયાર કરેલી ટપાલ નું પણ અનાવરણ કરશે મુખ્યમંત્રી


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ : મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલે શુક્રવારે તા. ૨ ઓક્ટોબરે પૂજ્ય મહાત્મા ગાંધીની ૧૫૧મી જન્મ જયંતીએ કીર્તિ મંદિર પોરબંદરમાં સવારે આઠ વાગ્યે યોજાનારી સર્વધર્મ પ્રાર્થના સભામાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ગાંધીનગરથી સહભાગી થઈ પૂજ્ય બાપુને ભાવાંજલિ આપશે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સ્વચ્છતા અને ગ્રામોત્થાનના વિચારોને  સાકાર કરતા બે મહત્વપૂર્ણ કાર્યક્રમો પણ આવતીકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણી વીડિયો કોન્ફરન્સ દ્વારા યોજાશે.


ટેકાના ભાવે મગફળીની ખરીદીનું રજીસ્ટ્રેશન શરૂ, સબ સલામતનાં સરકારી દાવા વચ્ચે ખેડૂતો પરેશાન


તદ્દનુસાર, રાજ્યના પાણી પુરવઠા વિભાગ દ્વારા ગાંધી જન્મભૂમિ પોરબંદર સહિત રાજ્યના ચાર જિલ્લા આણંદ, મહેસાણા અને ગાંધીનગરના ગ્રામીણ વિસ્તારોમાં જલ જીવન મિશન અન્વયે ‘નલ સે જલ’ કાર્યક્રમમાં ૧૦૦ ટકા ઘરોને નળથી શુદ્ધ પાણી પહોંચાડવાની મહત્વાકાંક્ષી યોજનાનો શુભારંભ સવારે ૯.૩૦ કલાકે મુખ્યમંત્રી વિડિયો કોન્ફરન્સથી કરાવશે. મુખ્યમંત્રી સવારે ૧૦.૩૦ કલાકે મહિલા, બાળ કલ્યાણ વિભાગ આયોજીત  બહુવિધ વિકાસ અવસરમાં બાયસેગ સેટેલાઈટ પ્રસારણ માધ્યમથી જોડાશે.


Gujarat Corona Update: ચિંતાજનક રીતે કોરોના પરીક્ષણમાં નાટકીય ઘટાડો થતા પોઝિટિવ દર્દીઓની સંખ્યા પણ ઘટી


વિજય રૂપાણી આ કાર્યક્રમો અંતર્ગત ૧૦૦૧ જેટલી આંગણવાડી અને બ્લોક કચેરીઓના ઈ-લોકાર્પણ ભૂમિપૂજન સંપન્ન કરશે. સમગ્ર રાજ્યમાં ૨૪ સ્થળોએ યોજાનારા આ કાર્યક્રમમાં પાંચ લાખથી વધુ નારી શક્તિ-માતા-બહેનો એકસાથે હેન્ડ વોશ કરીને પૂજ્ય બાપુના સ્વચ્છતાના સંકલ્પને પાર પાડશે. જિલ્લા કક્ષાએ યોજાનાર આ સમૂહ હેન્ડવોશીંગના અભિનવ પ્રયોગમાં નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીઓ, પદાધિકારીઓ પણ  સંબંધિત સ્થળે ઉપસ્થિત રહેવાના છે. 


બોલિવુડનાં દિગ્ગજો સુરતમાંથી ખરીદતા હતા ડ્રગ્સ? આદિલ નુરાનીની ધરપકડ, થશે અનેક ખુલાસા


મહિલા બાળ કલ્યાણ વિભાગના ઉપક્રમે માતા યશોદા એવોર્ડ માટે પસંદ થયેલી શ્રેષ્ઠ આંગણવાડી તેડાગર અને કાર્યકર બહેનોને રાજ્યકક્ષાએ મુખ્યમંત્રી અને જિલ્લામાં મંત્રીઓ આ એવોર્ડ અર્પણ કરશે. વિજયભાઇ રૂપાણી રાજ્યમાં નંદઘર ખાતે ભૂલકાંઓને અપાતી માળખાકીય સુવિધા, પીવાનું પાણી, શૌચાલય, વગેરેના ટ્રેકીંગ, મોનિટરીંગ માટેની NITA એપનું અને ડેશબોર્ડનું ઇ-લોન્ચીંગ પણ આ કાર્યક્રમો દરમિયાન કરવાના છે. મુખ્યમંત્રી આ કાર્યક્રમ બાદ સવારે ૧૧.૧૫ કલાકે યોજાનારા અન્ય એક કાર્યક્રમમાં પોસ્ટ વિભાગ દ્વારા મહાત્મા ગાંધી જન્મજયંતિ ઉપલક્ષ્યમાં તૈયાર કરવામાં આવેલા વિશેષ ટપાલ કવરનું અનાવરણ ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસ સ્થાનેથી કરશે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube