ઝી બ્યુરો/દેવભૂમિ દ્વારકા: યાત્રાધામ દ્વારકામાં આજે જીલણા એકાદશી નિમિતે ઠાકોરજીના બાલ સ્વરૂપની પરંપરાગત પાલખીયાત્રા યોજાઈ. જગત મંદિરે પાલીખીયાત્રાને પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયું. શહેરમાં પાલખીયાત્રાએ વાજતેગાજતે પરિભ્રમણ કર્યું હતું. ત્યારબાદ શહેરના કંકલાસ કુંડ(સૂર્યકુંડ) ખાતે શ્રીજીના બાલસ્વરૂપ ગોપાલજીને પૂજનવિધિ બાદ શાસ્ત્રોકત વિધિથી ભાવભેર સ્નાન કરાવાયું હતું. આજે યોજાયેલી પાલખીયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


આજે શ્રાવણસુદ અગીયારસના જીલણા એકાદશીના શુભદિને ભગવાન શ્રી દ્વારકાધીશના બાલસ્વરૂપની જગતમંદિરેથી પાલખીયાત્રા નિકળી હતી. દ્વારકાધીશની દ્વારકા નગરીના રાજા હોઈ, એક રાજાની આન બાન શાન હોય તેવા જ ઠાઠમાં ઠાકોરજી શહેર ભ્રમણ કરે છે. તયારે ઠાકોરજીના બાલસ્વરૂપની પાલખીયાત્રા જગતમંદિર બહાર નિકળી ત્યારે પોલીસ જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. 



દ્વારકાના રાજય માર્ગો મંદિર ચોક, નિલકંઠ ચોક, હોળી ચોક, ત્રણબતી ચોક સહિતના વિસ્તારોમાં ઢોલ-નગારા સાથે ધામધુમથી ઠાકોરજીની નગરયાત્રા ફરી હતી. ઠાકોરજીના બાલસ્વરૂપ ગોપાલજીને કંકલાસ કુંડમાં શાસ્ત્રોકત પૂજનવિધિ બાદ ભાવભેર સ્નાન કરાવાયું હતું. પવિત્ર કંકલાસ કુંડમાં સ્નાન કરવાથી લોકોને ચામડીના રોગ દૂર થાય તેવી માન્યતા પણ રહેલી છે. 



શ્રીજીના બાલસ્વરૂપને શહેરના પવિત્ર સરોવર કે જેને કંકલાસ કુંડ (સુર્ય કુંડ) પણ કહેવાય છે. જયાં ભગવાને ફકલ (નોળિયારૂપી) નૂર્ગરાજાનો ઉધ્ધાર કરેલ હતો. ત્યાં ભગવાનના બાલસ્વરૂપને પુજનવિધિ કરી પંચામૃતથી કુંડમાં સ્નાન કરાવી ઠાકોરજીની આરતી તેમજ પુજનવિધી કરવામાં આવી હતી. આજનો દિન જીલણા એકાદશી અને પવિત્ર એકાદશી તરીકે પણ ઓળખાય છે.



જીલણા એકાદશીએ ભગવાન નગરજનોને દર્શન આપી એક પ્રજાપાલક તરીકે બધાની ઈચ્છાઓ પરીપૂર્ણ કરે છે. આ પવિત્ર કંકલાસ કુંડમાં સ્નાન કરવાથી લોકોને ચામડાના રોગ દૂર થાય તેવી વાયંકા છે. ભગવાની પાલખી યાત્રામાં સ્થાનિકો, ભાવિકો જોડાઈ ભાવવિભોર બન્યા હતા.