Ambaji Temple: આજથી આસો સુદ એટલે કે શારદીય નવરાત્રીનો પ્રારંભ થયો છે. નવરાત્રીમાં ખાસ કરીને શ્રદ્ધાળુઓ શક્તિપીઠોમાં દર્શને માટે ઉમટી પડતા હોય છે. આજે અંબાજી મંદિરમાં 7.30 કલાકે મંગળા આરતી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા. મેળા બાદ ફરી એક વાર અંબાજી મંદિર માતાજીના જય ગોષથી ગુંજી ઉઠ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પહેલીવાર 65 ટેસ્ટ, 150 સાક્ષીની જુબાની, રેપ કેસમાં 12 દિવસમાં 1700 પાનાની ચાર્જશીટ


આજે નવરાત્રી ને લઇ નિજ મંદિર માં ભટ્ટજી મહારાજ દ્વારા ઘટ્ટ સ્થાપન વિધિ કરવામાં આવી હતી આ ઘટ્ટ સ્થાપન વિધિ માં અધિક કલેકટર અને વહીવટદાર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આજે ઘટ્ટ સ્થાપન વિધિ માં જવારા વાવવાનો વિશેષ મહત્વ હોય છે. ઘટ્ટ સ્થાપનની પૂજા વિધિ કર્યા બાદ મંગળા આરતી બાદ ફરી ઘટ્ટ સ્થાપન ની વિશેષ આરતી કરવામાં આવી હતી. 


નવરાત્રિમાં કેવી જ્વેલરીની છે ભારે ડિમાન્ડ! છત્તીસગઢના કારગીરો દ્વારા કરાઈ છે તૈયારી


મંદિરના મુખ્ય પૂજારી ભટ્ટજી મહારાજે જણાવ્યું હતું કે સમુદ્ર મંથન વચ્ચે જે કુમ્ભ બહાર આવ્યો હતો, તેની પૂજા કરાઈ હતી. તે પરંપરા આજે પણ નિભાવવામાં આવે છે આજે જે જવેરા વાવવામાં આવ્યા છે. તે અષ્ટમીના રોજ ઉથ્થપાન વખતે તેનો વિકાસ જોઈ આગામી વર્ષ માટે વરસાદ અને સુખાકારીનો વાર્તાવો નીકળતો હોય છે. 


'હું સારી રીતે જીવવા માંગું છું, એટલે જ મેં નોકરી છોડી છે' અધિકારીનો સૌથી મોટો ધડાકો


જોકે અધિક કલેકટર અને વહીવટદારે માહિતી આપતા જણાવ્યું હતું કે એકવાન શક્તિપીઠ મંદિરો માં જ્યાં વિશ્વભર માં ગરબા ગવાય છે તેવા માં અંબે ના મૂળ સ્થાને આજે આ ઘટ્ટ સ્થાપન વિધિ કરવામાં આવી છે ને ખેલૈયાઓ ને ચાચરચોક માં ગરબા રમવા નો ભારે ઉત્સાહ હોય છે તે પણ આજે રાત્રી ના 9.00 કલાકે મંદિર મંગલ થયા બાદ ગરબા ની રમઝટ જામશે જે આ વખતે સરકારે લીધેલા નિર્ણય પ્રમાણે મોડી રાત સુધી ખેલૈયાઓ ગરબા ની મોજ માણી શકશે.