આ વર્ષે નવરાત્રિમાં કેવી જ્વેલરીની છે ભારે ડિમાન્ડ! છત્તીસગઢના કારગીરો દ્વારા કરાઈ છે તૈયાર

નવરાત્રી પર્વને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે ગરબા રમવા માટે આ વખતે જે જ્વેલરી પસંદ કરવામાં આવી રહી છે તે સંપૂર્ણ રીતે હેન્ડમેડ છે. આ વખતે પ્યોર બ્રાઝમાં તૈયાર ડિઝાઇન કરાયેલી સુપર લાઈટ વેટ જ્વેલરી ની સૌથી વધારે માંગ છે.

આ વર્ષે નવરાત્રિમાં કેવી જ્વેલરીની છે ભારે ડિમાન્ડ! છત્તીસગઢના કારગીરો દ્વારા કરાઈ છે તૈયાર

ઝી બ્યુરો/સુરત: નવલી નવરાત્રી નો પર્વ શરૂ થઈ ગયો છે ત્યારે આ નવરાત્રીના પર્વમાં ખાસ કરીને અવનવી જ્વેલરી લોકો પસંદ કરતા હોય છે. આ વખતે ખાસ કરીને જે ખેલૈયાઓ છે તે લાઈટવેઇટ જ્વેલરી વધુ પસંદ કરી રહ્યા છે. આ સુપર લાઈટ વેટ જ્વેલરી પહેરીને કલાકો સુધી ગરબા રમનાર લોકોને ખબર જ પડશે નહીં કે તેઓ જ્વેલરી પહેરી પણ છે. આ વખતે ખાસ સ્ટેટમેન્ટ લુક આપનાર જ્વેલરી છત્તીસગઢના કારીગરો દ્વારા બનાવવામાં આવી છે. જેની ડિમાન્ડ સૌથી વધારે સેલિબ્રિટી અને વિદેશોમાં છે. આ જ્વેલરી પ્યોર બ્રાઝમાં તૈયાર કરવામાં આવી છે. થાપણી વર્ક કહેવામાં આવે છે કારણ કે આ જ્વેલરી હાથથી તૈયાર કરવામાં આવે છે.

નવરાત્રી પર્વને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે ગરબા રમવા માટે આ વખતે જે જ્વેલરી પસંદ કરવામાં આવી રહી છે તે સંપૂર્ણ રીતે હેન્ડમેડ છે. આ વખતે પ્યોર બ્રાઝમાં તૈયાર ડિઝાઇન કરાયેલી સુપર લાઈટ વેટ જ્વેલરી ની સૌથી વધારે માંગ છે. જે સ્ટેટમેન્ટ લુક આપે છે છત્તીસગઢના કારીગરો દ્વારા હાથથી આ જ્વેલરી તૈયાર કરવામાં આવી છે જે સિલ્વર અને ગોલ્ડન લુક આપે છે અને સુપર લાઈટ વેટ હોવાના કારણે ગરબા રમતી વખતે ખેલૈયાઓને કોઈ અડચણ પણ આવશે નહી. 

નવરાત્રીની તૈયારીઓ હાલ ચાલી રહી છે અને સૌથી વધારે જ્વેલરી ડિઝાઇન પર સૌની નજર છે પ્યોર બ્રાઝમાં માં તૈયાર થયેલ સુપર લાઈટ વેટ પર કારીગરોએ હાથથી દેવી દેવતાઓના ચિત્ર ઉકેલ્યા છે. આ શિવ પાર્વતી, રામ સભા, પ્રાણીઓ,પક્ષીઓ, ફુલો અને ગણેશ ની પ્રતિકૃતિ સ્પષ્ટ પણે જોવા મળે છે. સૌથી મહત્વની વાત આ છે કે ને થાપણી વર્ગ કહેવામાં આવે છે. જુના જમાનામાં જે રીતે જ્વેલરી હાથથી તૈયાર કરવામાં આવતી હતી. આજે પણ તે જ રીતે આ જ્વેલરી તૈયાર કરવામાં આવી છે જે સેલિબ્રિટી ની પહેલી પસંદ છે. 

જ્વેલરી ડિઝાઇન કરનાર અને જ્વેલરી વિક્રેતા જલ્પા ઠક્કરે જણાવ્યું હતું કે, આ વખતે નવરાત્રિના પર્વને ધ્યાનમાં રાખીને તેઓએ ડિઝાઈન લોન્ચ કરી છે. પ્યોર બ્રાઝમાં જ્વેલરી ડિઝાઇન કરવામાં આવી છે. જે સુપર લાઈટ વેટ હોય છે જેના કારણે પહેરવા માં પણ મજા આવે છે. જે સ્ટેટમેન્ટ લુક આપે છે. આજ વસ્તુ સિલ્વર અને મેટમાં લાવી ચૂક્યા છે. આ વખતે બ્રાઇડ ગોલ્ડમાં લોન્ચ કરવામાં આવ્યું છે જે નવરાત્રીમાં લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે જેની કિંમત 500 રૂપિયા થી શરૂ થાય છે અને 3000 રૂપિયા સુધી હોય છે. 

ખાસ આ સેલિબ્રિટી લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. પર્ફોર્મન્સ આપતી વખતે લાઈટ વેઇટ જ્વેલરી હોય તો તેમને પરફોર્મન્સ કરવામાં સહેલું થઈ જાય છે અને સેલિબ્રિટી ને જોઈ લોકો પણ આવી જ્વેલરી ની ડિમાન્ડ કરી રહ્યા છે. મહત્વની વાત એ છે કે, બ્રાઝ આ લાઈટ વેટ જ્વેલરી છત્તીસગઢના જ કારીગરો દ્વારા બનાવવામાં આવ્યા છે અને હાથથી તૈયાર કરવામાં આવે છે અને ડિઝાઇનની વાત કરવામાં આવે તો તેની ડિઝાઇન પર હિન્દુ દેવી-દેવતાઓની પ્રતિકૃતિ જોવા મળશે તેઓ હાથથી આ ડિઝાઇન તૈયાર કરતા હોય છે. અન્ય જ્વેલરીની વાત કરવામાં આવે તો જર્મન સિલ્વર જ્વેલરી લોકો પસંદ કરી રહ્યા છે. 

કેનેડા અમેરિકા ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાંથી ઓર્ડર આવી રહ્યા હતા અને આ જ્વેલરીની ડિમાન્ડ લોકો કરી રહ્યા હતા. થાપણી વર્ક આ માટે કહેવામાં આવે છે કે એને હાથથી ઠોકીને બનાવવામાં આવતું હોય છે. ડિઝાઇનરો દેશના કારીગરોને તેમની કલા પ્રદર્શિત કરવામાં માટે તક આપે આ હેતુથી અમે છત્તીસગઢના કારીગરોને આ જ્વેલરી બનાવવા માટે ઓર્ડર આપ્યા હતા.નવરાત્રી પર ચોકર્સ, ઘૂંઘરું સાથેની જ્વેલરી છે. નવરાત્રી સમય યુવતીઓ ઘૂંઘરું વાળી જ્વેલરી ખૂબ જ પસંદ કરતી હોય છે. સાથે આ વખતે સૌથી વધારે ટ્રેન્ડમાં ફ્યુઝન જ્વેલરી પણ છે. જેમાં ડ્યુલ ટોન અને કુંદન વર્ક જોવા મળશે. આ સંપૂર્ણ રીતે હેન્ડમેડ જ્વેલરી હોય છે. બંજારા અને ઓક્સાઇડાઇઝની જ્વેલરી પણ છે જે ઓલ ટાઈમ ફેવરેટ હોય છે. 

આ ખાસ પ્રકારની જ્વેલરીની કિંમત 2000 થી શરૂ થાય છે અને 8000 સુધી હોય છે..આ સાથ જર્મન સિલ્વર જ્વેલરી ટ્રેન્ડમાં છે. સાથે ટ્યુશન જ્વેલરી કે જેમાં મોતી, મિક્સ ધાતુ થી તૈયાર અલગ અલગ ડિઝાઇન સહિત મીનાકારી જોવા મળશે. આ ફ્યુઝન જ્વેલરી સંપૂર્ણપણે હેન્ડમેન્ટ છે જે ખેલૈયાઓને અલગ જ લુક આપશે. જ્વેલરી ની સાથોસાથ હેન્ડ પર્સ ઉપર પણ સૌની નજર છે કારણ કે આ જર્મન સિલ્વર અને પ્યોર બ્રાઝ થી તૈયાર પર્સમાં કચ્છી પેચ પણ લગાડવામાં છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news