અમદાવાદ : કોરોનાને કારણે તમામ સેક્ટરમાં મંદી જોવા મળી રહી છે. દરેક માણસ હાલ વિપરિત સ્થિતીનો સામનો કરી રહ્યો છે. તેવામાં પશુઓની સ્થિતી પણ કફોડી થઇ છે. ગૌશાળામાં રહેલી ગાયોનાં ચારાની મોટી સમસ્યા પેદા થઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મંદીના કારણે દાન પણ આવતું અટકી ગયું છે. જેના કારણે ગૌશાળા સંચાલકોની સ્થિતી ખુબ જ વિપરિત થઇ છે. સરકાર દ્વારા પણ કોઇ મદદની તૈયારી દર્શાવવામાં નહી આવી રહી હોવાનાં કારણે સંચાલકોની સ્થિતી કફોડી થઇ છે. જેના કારણે હાલ ગૌશાળાનાં સંચાલકો દ્વારા પણ આંદોલનનો માર્ગ અપનાવવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌરાષ્ટ્ર બાદ હવે પ્રદેશ પ્રમુખ ઉત્તરગુજરાતની મુલાકાતે, અંબાજી દર્શનથી શરૂ કરશે અભિયાન


બનાસકાંઠામાં ગૌશાળા અને પાંજરાપોળની ગાયો સરકારી કચેરીઓમાં છોડીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ચાલુ કરી દીધું છે. આજે દિયોદરના ચિભડા ગામે આવેલી નકલંગ ગૌશાળાની ગાયોને છોડી મુકવામાં આવી હતી. નકલંગ ગૌશાળાની ગાયોને ગામની ચિભડા ગ્રામપંચાયતમાં છોડી મુકવામાં આવી હતી. આવનાર દિવસોમાં જિલ્લાના તમામ ગૌશાળાઓના પશુઓ જિલ્લા મથકની કચેરીઓમાં છોડી મુકવાની ગૌશાળાના સંચાલકો દ્વારા ચિમકી ઉચ્ચારવામાં આવી છે. સરકાર દ્વારા હજુ પાંજરાપોળ સંચાલકોની માંગ નથી સ્વીકારતા ગૌશાળાના સંચાલકોનું આંદોલન ચાલુ કર્યું છે. 


કોરોના વચ્ચે રાહતના મોટા સમાચાર, હવે ચપટીમાં ખબર પડશે Covid 19 પોઝિટિવ છે કે નહી !


જિલ્લાની અનેક ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો દ્વારા વારાફરથી છોડી મુકાઈ રહી છે ગાયો. સરકાર જ્યાં સુધી પાંજરાપોળની ગાયોના નિભાવ માટે નક્કી કરેલ રકમ નહિ આપે ત્યાં સુધી આજ રીતે ગાયો છોડવાની સંચાલકોની ચીમકી ઉચ્ચારી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ગૌશાળા સંચાલકો સરકાર પાસે રાહત પેકેજની માંગ કરી રહ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર