ભુજ : રાજ્યમાં કચ્છ ફોલ્ટ લાઇન સક્રિય થયા બાદ તબક્કાવાર ધરતીકંપ આવી રહ્યા છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં ધરતીંપનું પ્રમાણ ખુબ વધી ગયું છે. કચ્છમાં આજે પણ ધરતીકંપનો 3ની તિવ્રતાનો ધરતીકંપનો આંચકો નોંધાયો હતો. રાત્રે 08.43 વાગ્યે (પોણા નવ) વાગ્યે ધરતીકંપના આંચકાઓ અનુભવાયો હતો. જો કે આંચકાની તિવ્રતા ખુબ જ ઓછી હોવાનાં કારણે લોકોને અનુભુતી થઇ નહોતી. પરંતુ જે હાઇરાઇઝ બિલ્ડિંગોમાં રહે છે તેમને સામાન્ય ઝટકાનો અનુભવ થયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દસક્રોઇના ભાજપના ધારાસભ્ય બાબુ જમના કોરોના પોઝિટિવ, સારવાર માટે તત્કાલ ખસેડાયા


3ની તિવ્રતાના ધરતીકંપનું કેન્દ્ર બિંદુ કચ્છના રાપરથી 21 કિલોમીટર દુર નોંધાયો હતો. પ્રાથમિક તબક્કે એક જ દિવસમાં 4 આંચકા નોંધાયાનું સામે આવ્યું હતું. જો કે તે અંગે તંત્ર દ્વારા એક જ આંચકો આવ્યો હોવાની સ્પષ્ટતા કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ધરતીકંપના કારણે કોઇ જ જાનમાલનું નુકસાન નહી થયું હોવાનું તંત્ર દ્વારા જણાવાયું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube