અલકેશ રાવ/બનાસકાંઠા: બનાસકાંઠાના થરાદ ખાતે લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ સભા ગજવી હતી, જ્યાં મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિ સહિત અન્ય સમાજના લોકો સભામાં ઉમટી પડ્યા હતા. ગેનીબેન ઠાકોર દ્વારા ફરી એકવાર ભાજપ સરકાર અને પોલીસ તંત્ર ઉપર આકરા પ્રહારો કરાયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દાંતામાં ભાજપે મોટો ખેલ પાડ્યો! કોંગ્રેસના ગઢમાં સભા કરી 2000થી વધુ કોંગ્રેસીઓને...


બનાસકાંઠા ભાજપ-કોંગ્રેસના બંને ઉમેદવારો હાલ જોરશોરથી પ્રચાર કરી એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, ત્યારે સરહદી પંથકના મતદારોને રીઝવવા માટે કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર દ્વારા આજે થરાદ ખાતે જાહેર સભાનું આયોજન કરાયું હતું. જ્યાં વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને ગેનીબેન ઠાકોર દ્વારા ભાજપ સરકારને આડે હાથ લીધી હતી. ગેનીબેન ઠાકોરે પોલીસને ફરી એકવાર ગર્ભિત ધમકી આપી હતી. પોલીસ દ્વારા નાના માણસોને દબાવતા હોવાનું ગેનીબેન ઠાકોરે દાવો કર્યો તો સાથે સાથે પોલીસને પગાર ભાજપ કે બુટલેગરો નથી આપતા લોકોના ટેક્સના પૈસે પગાર લઈ રહ્યા છે. આ લોકો તો જતા રહેશે અને જ્યારે જશે ત્યારે અનેક આઇપીએસ જેલમાં જોવા મળશે. આ કોઈના થયા નથી તો તમારા શું થશે. 


અનોખી પહેલ! મતદાન જાગૃતિ લાવવા રાજકોટના તબીબો દર્દીના પ્રિસ્ક્રીપ્શનમાં કરશે આ કામ!


સાથે સાથે ગેનીબેન ઠાકોરે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા નેતા ઉપર પણ ચાબખા માર્યા અમે વેચાવ માલ નથી કે વેચાઈ જઈએ. હવે પેપર ફોડવા વાળા લોકોને આપણે ફોડવાના છે પહેલા લોકો ગોરાઓને કાઢવા ફંડિંગ કરતા હતા અને હવે ચોરોને કાઢવા માટે લોકો ફંડીગ આપી રહ્યા છે. ચોર નહીં ચોરની માને ગોતવાની છે, આપણે ડમી સામે નહીં આપણે એક વ્યક્તિ સામે જ ચૂંટણી લડી રહ્યા છે. ગેનીબેન ઠાકોરે ચૂંટણી સભા દરમિયાન લોકોને મત આપવા પણ અપીલ કરી હતી.


Angarak Yog 2024: મીન રાશિમાં બન્યો અંગારક યોગ, 1 જૂન સુધી આ રાશિઓ પર રહેશે સંકટ