નેતાજી કોરોના સ્પ્રેડર ન બનો! CM સહિત BJP ના કાર્યક્રમો મોકૂફ છે તો બનાસકાંઠામાં પરબત પટેલને કોણે આપી છૂટ?
ભાજપ અને કોંગ્રેસના નોતાએ કોરોનાના નિયમો ભૂલ્યા હોવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. કોરોનાના ખતરા વચ્ચે નેતાઓ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જાળવી રહ્યા નથી, જેના કારણે બીજા લોકોને મુશ્કેલીમાં મૂકી રહ્યા છે.
અલ્કેશ રાવ/બનાસકાંઠા: ફરી એકવાર કોરોનાના કહેર વચ્ચે નેતાઓ કોરોના નિયમો ભૂલ્યા છે. બનાસકાંઠામાં વધુ એક વખત નેતાઓ કોવિડ ગાઈડલાઈનના ધજાગરા ઉડાવતા નજરે પડ્યા છે. ગઈકાલે (સોમવાર) ધાનેરાના જડિયા ગામે યોજાયેલ ઓક્સિજન પ્લાન્ટના ઉદ્ધાટનમાં કોવિડ નિયમો ભુલાયા છે. ભાજપ કોંગ્રેસના આગેવાનઓ સાથે માસ્કના નિયમનું ઉલાળિયું કર્યું છે. સમગ્ર કાર્યક્રમમાં નેતાઓની જેમ તાલુકાના અનેક અધિકારીઓ પણ માસ્ક વગર જોવા મળ્યા હતા. આ કાર્યક્રમમાં સાંસદ પરબત પટેલ અને ધાનેરાના ધારાસભ્ય નથાભાઈ પટેલ સહિત અનેક નેતાઓએ રીબીન કાપતા માસ્ક પહેર્યું નહોતું.
ભાજપ અને કોંગ્રેસના નોતાએ કોરોનાના નિયમો ભૂલ્યા હોવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. કોરોનાના ખતરા વચ્ચે નેતાઓ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જાળવી રહ્યા નથી, જેના કારણે બીજા લોકોને મુશ્કેલીમાં મૂકી રહ્યા છે. નેતાઓ સુપર સ્પેડર બનશે તો તેની જવાબદારી કોની રહેશે? કેમ નિયમોની વાતો કરતું તંત્ર નેતાઓને નિયમો પાળવા મજબૂર કરતું નથી.
તમને જણાવી દઈએ કે બનાસકાંઠાના ધાનેરામાં જડિયા ગામે એક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં સાંસદ પરબત પટેલ અને ધાનેરાના ધારાસભ્ય નાથા પટેલ હાજર રહ્યા હતા. એટલું જ નહીં આ કાર્યક્રમમાં સાંસદ, ધારાસભ્ય સહિતના અધિકારીઓ હાજપ હતા, પરંતુ કોઈએ માસ્ક પહેર્યું નહોતું. કાર્યક્રમમાં અનેક લોકોની જાહેરી વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ પણ નેતાઓ ભૂલ્યા હતા. ખુદ નેતાઓની હાજરીમાં નિયમો પળાતા નથી તો સામાન્ય માણસ પાસેથી શું અપેક્ષા રાખવી?
એક તરફ કોરોનાના કેસ વધી રહ્યા છે, તો બીજી તરફ નેતાઓ ભીડ ભેગી કરે છે. સાંસદ અને ધારાસભ્યના માસ્ક વગરના દ્રશ્યો સામે આવતા આમને કોણ રોકશે? શું નેતાઓ માટે નિયમો હોતા નથી? જેવા અનેક સવાલો લોકોના મનમાં ઉભા થઈ રહ્યા છે. હાલ ગુજરાતમાં ધડાધડ કોરોના કેસ વધી રહ્યા છે, ત્યારે આ એકવાર નથી કે, નેતાઓ નિયમો ભૂલ્યા હોય.. આવું અનેક વાર બની ચૂક્યું છે અને વીડિયો પણ સામે આવી ચૂક્યા છે. તેમ છતાં તંત્ર તેમની સામે કોઈ મજબૂત પગલા ભરી રહી નથી. કેમ તંત્ર અહીં પહોંચીને નેતાઓને માસ્ક પહેરવા માટે કહેતી નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube