ઉદય રંજન/ અમદાવાદ: અમદાવાદમાંથી વધુ એક વખત એમડી ડ્રગ્સનો જથ્થો પકડાયો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એ વટવામાંથી એક આરોપી સાથે 229 ગ્રામના એમડી ડ્રગ્સ સાથે 23 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભુક્કા કાઢી નાંખે તેવી આગાહી! આ વિસ્તારોમાં પડશે કડાકા- ભડાકા સાથે ધોધમાર વરસાદ! 


અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ગિરફ્તમાં ઊભેલા શખ્સનું નામ જાકીર શેખ ઉર્ફે જીગો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે જાકીર શેખ ઉર્ફે જીગો પાસે એમડી ડ્રગ્સ છે. જે આધારે જાકીર શેખ ઉર્ફે જીગાના ઘરે  સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યારે સર્ચ ઓપરેશનમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચને 229 ગ્રામ 700 મિલી ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. તેની બજાર કિંમત 23 લાખ થવા પામે છે.


આવો કોલ આવે તો ચેતી જજો! એક મહિલા સહિત 7 લોકોને પોલીસે ઝડપી પાડ્યા, ચાલતુ હતું આ કામ


અમદાવાદ ક્રાઇમ બ્રાંચની તપાસમાં સામે આવ્યું છે કે આ એમડી ડ્રગ્સનો જથ્થો રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લાના દેવલદી ખાતેથી અમન પઠાણ પાસેથી લાવ્યો હોવાનું સામે આવ્યું છે. આ અગાઉ પણ જાકીર શેખ ઉર્ફે જીગો અનેક વખત એમડી ડ્રગ્સ ની ડિલિવરી મેળવી છે ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એ ફરાર  અમન પઠાણ શોધખોળ શરુ કરી છે.


Visa Temple: આ ગામના દરેક ઘરમાંથી એક વ્યક્તિ વિદેશમાં, માનતા પૂરી કરે છે દાંલા મા


અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે કે આરોપી જાકીર શેખ ઉર્ફે જીગો પહેલા ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરતો જેના તેના પર કેસ પણ થઇ ચુક્યા છે અને ત્યારબાદ ડ્રગ્સનો ધંધો એક માસથી જ શરૂ કર્યો હતો અને નાના પાર્સલ કરીને અમદવાદમાં અલગ અલગ સ્થળ પર વેચતો હતો.


નકલી નોટનો અસલી વેપાર! એક દુધ વેચતા યુવકની મદદથી સમગ્ર રેકેટનો આ રીતે કર્યો પર્દાફાશ