મૌલિક ધામેચા /અમદાવાદ: સુરતની (Surat) મહિલા સાથે અમદાવાદના (Ahmedabad) વસ્ત્રાપુર વિસ્તાર થયેલા ચકચારી ગેંગરેપના કેસમાં (Gang Rape Case) વસ્ત્રાપુર પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. સુરતથી પ્રેમી સાથે અમદાવાદ આવેલી મહિલા પર દારૂના નશામાં પ્રેમી અને તેના મિત્રએ દુષ્કર્મ (Rape) આચરતા ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે મહિલાના પ્રેમીના મિત્ર સિક્યુરિટી ગાર્ડને પોલીસે દબોચી લીધો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતના (Surat) માંગરોલમાં રહેતી મહિલા પ્રેમી સાથે થોડા દિવસો પહેલા અમદાવાદ આવી હતી, ત્યારે અમદાવાદનાં (Ahmedabad) જજીસ બંગલો પાસે આવેલી એક ખાનગી ઓફિસમાં સીક્યુરીટી ગાર્ડ (Security Guard) તરીકે ફરજ બજાવતા મહિલાનાં પ્રેમી રાકેશ પાંડેએ મીત્ર યાદવ સાથે ચિક્કાર દારૂ (Alcohol) પીધો હતો અને દારૂનાં નશામાં મહિલાને પોતાના મિત્રને ખુશ કરવાનું કહ્યું હતું. જો કે મહિલાએ પ્રતિકાર કરતા તેના પ્રેમીએ બારીનો કાચ તોડીને કાચ બતાવીને ડરાવી મહિલાને પોતાના મિત્ર સાથે સંબંધ બાંધવા દબાણ કર્યુ હતુ. અને જે બાદ પ્રેમીએ પણ મહિલા સાથે સતત દુષ્કર્મ (Rape) આચર્યુ હતું.


આ પણ વાંચો:- આવતીકાલથી 13 મોટા સ્ટેશનો પર આટલા રૂપિયામાં મળશે પ્લેટફોર્મ ટિકિટ


આ મામલે વસ્ત્રાપુર પોલીસ (Vastrapur Police) સ્ટેશનમાં સામુહિક દુષ્કર્મની (Gang Rape Case) ફરિયાદ નોંધાતા પોલીસે તાત્કાલીક મહિલાના પ્રેમીનાં મિત્ર સુરેશ યાદવની રામોલથી ધરપકડ કરી હતી. ત્યારે મહિલાનો પ્રેમી રાકેશ પાંડેને શોધવા માટે તજવીજ હાથ ધરાઈ છે. મહત્વનુ છે કે મહિલા પ્રેમી સાથે સુરતથી (Surat) અમદાવાદ અગાઉ પણ આવી હતી અને તે સમયે પણ પ્રેમી સાથે આ જ મીત્રની ઓફિસમાં 4 દિવસ રોકાઈ હતી. જ્યારે મહિલાનાં પ્રેમીએ મહિલાની મરજીથી તેની સાથે શારિરીક સંબંધો બાંધ્યા હતા.


આ પણ વાંચો:- ગુજરાતીઓ માટે ખતરાની ઘંટી, કોરોનાએ તોડ્યા તમામ રેકોર્ડ; જાણો આજે કેટલા કેસ નોંધાયા


હાલ તો આ સમગ્ર મામલે વસ્ત્રાપુર પોલીસે રાકેશ પાડેંને પકડવા તજવીજ તેજ કરી છે.મહિલાની ફરિયાદ મુજબ તેના પ્રેમીએ તેનુ ATM કાર્ડ લઈને તેમાંથી 80 હજાર રૂપિયા પણ કાઢી લીધા હતા અને જે બાદ પોતાનો નંબર બંધ કરી દેતા મહિલાને પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનુ ધ્યાને આવતા આ મામલે ફરિયાદ નોંધાઈ હતી.ત્યારે આ મામલે રાકેશ પાંડેની ક્યારે ધરપકડ થાય છે તે જોવુ રહ્યુ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube