આવતીકાલથી 13 મોટા સ્ટેશનો પર આટલા રૂપિયામાં મળશે પ્લેટફોર્મ ટિકિટ
25 માર્ચથી અમદાવાદ (Ahmedabad), ગાંધીધામ, પાલનપુર, ભુજ, મહેસાણા, વિરમગામ, મણિનગર, સામાખ્યાલી, પાટણ, ઊંઝા , સિદ્ધપુર, સાબરમતી (ધર્મનગર) અને સાબરમતી (જેલ તરફ) સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટનો દર ₹ 30 રહેશે.
Trending Photos
અમદાવાદ: પશ્ચિમ રેલવે (Western Railway) ના અમદાવાદ મંડળના મુખ્ય સ્ટેશનો પર મુસાફરોની સંખ્યા મર્યાદિત કરવા માટે હાલમાં કોરોના રોગચાળા અને કોરોના વાયરસ (Coronavirus) ના પ્રસારને રોકવા માટે 13 મોટા સ્ટેશનો માટે પ્લેટફોર્મ ટિકિટ (Ticket) રેટ 25 માર્ચ, 2021 થી ₹ 50 થી ઘટાડીને 30 ₹ કરવામાં આવ્યો છે.
આ માહિતી આપતાં મંડળ રેલ્વે મેનેજર દિપકકુમાર ઝાએ જણાવ્યું હતું કે, કોવિડ પ્રોટોકોલનું સંપૂર્ણ પાલન કરવા ડિવિજન દ્વારા લીધેલા નિર્ણય મુજબ 25 માર્ચથી અમદાવાદ (Ahmedabad), ગાંધીધામ, પાલનપુર, ભુજ, મહેસાણા, વિરમગામ, મણિનગર, સામાખ્યાલી, પાટણ, ઊંઝા , સિદ્ધપુર, સાબરમતી (ધર્મનગર) અને સાબરમતી (જેલ તરફ) સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટનો દર ₹ 30 રહેશે.
આ સિવાય બાકીના સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટ રેટ 10 ₹ રહેશે. આ માટે ટિકિટ વિંડો પર સ્ટીકરો અને પોસ્ટરો લગાવવામાં આવી રહ્યા છે. મુસાફરોને વર્તમાન રોગચાળાને ધ્યાનમાં રાખીને જરૂરી હોય ત્યારે જ પ્લેટફોર્મમાં પ્રવેશ કરવા વિનંતી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે