મુસ્તાક દલ/જામનગર : જામનગર એલસીબી ટીમે થોડા દિવસો પૂર્વે શહેરમાંથી એક શખ્સને પિસ્ટલ સાથે ઝડપી પાડ્યા બાદ તેની સઘન પૂછપરછ અને હથિયારોના રેકેટને ભેદવા પોલીસે તપાસ કરતા એક મોટા નેટવર્કનો કહી શકાય તેવો પર્દાફાશ એલસીબી ટીમે કર્યો છે. એક હથિયાર નહિ પરંતુ જામનગર શહેરથી દુર જમીનમાં દાટેલા 10 હથિયારો અને 17 જીવંત કાર્ટીસ પણ પોલીસે કબજે કર્યા હતા. આ હથિયાર છુપાવનાર બે શખ્સોનો જેલમાંથી કબજો લઇ સઘન પૂછપરછમાં હજુ વધુ મોટા નેટવર્કનો પર્દાફાશ થઇ શકે તેવી શક્યતાઓ પોલીસ સેવી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

21 ડિસેમ્બરથી રાજકોટ AIIMSની મેડિકલ કોલેજનું શિક્ષણ કાર્ય થશે શરૂ


જામનગર LCB દ્વારા શહેરમાં રેલ્વે સ્ટેશન, ઓવરબ્રીજ પાસેથી આરોપી રાયમલ હાજી સંધી રહે જામનગરવાળાના કજામાથી પિસ્ટલ -1 તથા કાર્ટીસ 02 સાથે પકડી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે. જે બાદ તેની પૂછપરછમાં આ હથિયાર એકાદ વર્ષ પહેલા હિતુભા ભગતસિંહ ઝાલા તથા પ્રવિણ ઉર્ફે ટકો ગીગાભાઇ વાળાએ સપ્લાય કરેલ હોવાનું ખુલવા પામતા આ બન્ને આરોપીઓ હાલે ખુનની કોશીષ ફાયરીંગના ગુન્હામાં જામનગર જીલ્લા જેલમાં હોય જે બન્ને આરોપીઓનો ગુન્હાના કામે કબજો મેળવી તેઓની ધરપકડ બાદ બન્નેની આકરી ઢબે પુછપરછ કરતા તેમના કબજામાં અન્ય હથિયારો હોવાની કબુલાત કરેલ હતી.


સુરતીઓ GST વિભાગના ચીફ કમિશનરે કરી ફરિયાદ, 1 હજાર રૂપિયાની વસૂલવામાં આવે છે પેનલ્ટી


આરોપી હિતુભા ભગતસિંહ ઝાલાએ આ હથિયાર ઉપરાંત સીકકા પાટીયા નજીક આવેલ ડીવૈન મોટર ગેરેઝ પાસે બંધ કોમપ્લેક્ષની બાજુમાં બાવળની કાંટમાં જમીનમાં સંતાડેલ, હથિયારોમાં પીઅલ -10 તથા કાર્ટીસ -17 કાઢી આપતા જે તમામ હથિયારો કબજે કરી હિતુભા ઝાલા તથા પ્રવિણ ઉર્ફે ટકાને હથીયાર સપ્લાય કરનાર ઇસમ કરનાર કોણ તેની તપાસ ચાલી રહી છે. હિતુભા ઝાલા તથા પ્રવિણ ઉર્ફે ટકોના કબજા હસ્તક પીઅલ -11 કિ.રૂ. 2,25,000 તથા કાટીસ -19 રૂ.1900 નો મળી રૂ. 2,26,900 નો મુદામાલ કબજે આ અંગેનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. જે બે શખ્સોનો જેલમાંથી કબજો લેવામાં આવેલ છે તે હિતુભા ઝાલા પ્રવિણ ઉર્ફે ટકો જે અગાઉ ખુનની કોશીષ, લુટ, અપહરણ, હથિયાર સપ્લાય, મારામારી, ઇંગલીશ દારૂ, જેવા ગંભીર ગુન્હામાં પકડાયેલ છે. આટલા હથિયારો બાદ પોલીસને હજુ આશા છે કે, આ નેટવર્ક મોટું હોય શકે છે અને તે દિશામાં પણ આગળની તપાસ ચાલી રહી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube