પ્રશાંત ઢીવરે/સુરત: સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા એક સાથે,એક તારીખે, એક સમયે આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સુરતમાં 13થી વધુ જગ્યાઓએ મહારક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં એલ એચ રોડ પર આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજિત મહારક્તદાન કેમ્પમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા આચાર્ય નગેન્દ્ર પ્રસાદ મહારાજ, શિક્ષણ મંત્રી સહિતના લોકોએ ઉપસ્થિત રહી રક્તદાન કરતા રક્તદાતાઓને સન્માનિત કર્યા હતા અને રક્તદાન એ જ મહાદાનના સૂત્રને સાર્થક કરવા લોકોને જણાવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં ફરી આ જિલ્લામાં થશે વરસાદ, બે મહિનામાં વાતાવરણમાં પલટો-વંટોળ જેવી મુશ્કેલી


દેશ અને દુનિયામાં રક્તની કમીના કારણે કોઈનું મૃત્યુ ન થાય તે માટે સ્વામિનારાયણ સંપ્રદાય લક્ષ્મીનારાયણ દેવ વડતાલ ગાદીના પરમ પૂજ્ય આચાર્ય અજેન્દ્ર પ્રસાદ મહારાજની પ્રેરણાથી સાત દેશોમાં મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 17 /3 /2024 ને રવિવારે સાત દેશોમાં એક સાથે 115 થી વધુ જગ્યા પર મહારક્તદાન કેમ્પ યોજાયો હતો. ભારત, અમેરિકા, કેનેડા, ઇંગ્લેન્ડ , ઓસ્ટ્રેલિયા,  અને દુબઈ સહિત અનેક જગ્યાએ મહારક્તદાન કેમ્પ યોજાયો હતો. આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.


IPL 2024: ઓપનિંગ મેચ સાથે જોડાયેલું છે 'બેડ લક', ધોની અને કોહલી માટે નથી સારા સમાચાર


સુરતમાં આયોજિત મહારક્તદાન કેમ્પમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, આચાર્ય ન્રુગેન્દ્ર પ્રસાદ મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. સુરતમાં  યોજાયેલા રક્તદાન કેમ્પમાં રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયા, સુરત લોકસભાના ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ સહિત મોટી સંખ્યામાં હરિભક્તો રક્તદાન કેમ્પમાં ઉપસ્થિત રહ્યા હતા. રક્તદાન કેમ્પમાં આચાર્ય ન્રુગેન્દ્ર પ્રસાદ મહારાજે પણ રક્તદાન કર્યું હતું. આજે સુરતમાં 13 જગ્યાએ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયા હતા.


આ શહેરમાં મહિલાઓને બનવું પડ્યું રણચંડી, સોસાયટી કે મોહલ્લો નહીં, રોડ કર્યો ચક્કાજામ


કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે રક્તદાન એ જ મહાદાન છે, કોઈનો જીવ બચાવી શકીએ એ એક પ્રકારની ભગવાનની ભક્તિ જ છે. તેમને વધુમાં કહ્યું કે ઇ રક્ત કોષ કરીને એક પોર્ટલ બનાવવામાં આવ્યું છે. જેમાં દેશની તમામ બ્લડ બેન્ક ની યાદી છે. આજે જેમને રક્તદાન કર્યું છે તે તેમાં રજીસ્ટ્રેશન કરાવજો. આવનારા સમયમાં રક્તદાન લોકોની આદત બની જાય તે રીતેના પ્રયાસો સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા કરાયા છે. આ સાથે તેમને ઓર્ગન ડોનેશન અંગે પણ નિવેદન આપ્યું હતું તેમને કહ્યું કે જો તમે મૃત્યુ પામો તો તમારી સ્મશાન યાત્રા પૂર્ણ થાય એટલે તમે બ્રહ્મમાં નિર્માણ પામો છો, જો મૃત્યુ પછી જીવવું હોય તો અંગદાન કરીને જીવી શકશો. આંખ, હૃદય, ફેફસા, કિડની સહિતના દાનથી તમે અન્ય એક પરિવારને મદદ કરો છો.


અરે વાહ! 40 હજારમાં ઘરે આવશે શાનદાર મોટરસાયકલ, 4 કરોડ સુધીના વાહનોનું આવું છે પ્રદર્


આ માટે નેશનલ ઓર્ગન ડોનેશનનું એક પોર્ટલ તૈયાર કરાયું છે.વધુમાં વધુ લોકો ઓર્ગન ડોનેશનના શપથ લે તેવા પ્રયાસો કરાઈ રહ્યા છે અને સુરતની ઓળખ તો ઓર્ગન ડોનેશન સીટી તરીકે પણ વિશ્વવિખ્યાત થઈ ગઈ છે. સ્વામિનારાયણ મંદિર શ્રીજી નગર પાસે યોજાયેલા મહારક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી રક્તદાન એ જ મહાદાનના સૂત્રને સાર્થક કર્યું હતું.