અરે વાહ! 40 હજારમાં ઘરે આવશે શાનદાર મોટરસાયકલ, 4 કરોડ સુધીના વાહનોનું આવું છે પ્રદર્શન

International Auto Expo: પશ્ચિમ ભારતના સૌથી મોટા કમ્પોઝીટ ઓટો એકઝીબીશનનું સુરત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનમાં અત્યાધુનિક વાહનો સાથે વિશ્વની પ્રથમ હરોળની મોટર કાર્સ પ્રદર્શનમાં મૂકવામાં આવી છે. અહીં 40 હજાર થી લઈ 40 લાખની મોટરસાયકલનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ સાથે ચાર લાખથી લઈ સાડા ચાર કરોડ સુધીની અત્યાધુનિક કાર મૂકવામાં આવી છે. 

1/4
image

આ ઓટો એક્ષ્પોમાં વોલ્વો કમ્પનીની XC 40 Recharge કારનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. જ્યારે Hyundai Creta N Line અને BYD seal કાર દેશમાં પ્રથમ વખત સુરતના ઓટો એક્ષ્પોમાં ડિસ્પ્લે માટે મૂકવામાં આવી છે. પશ્ચિમ ભારતના સૌથી મોટા કમ્પોઝીટ ઓટો એકઝીબીશનમાં દેશ–વિદેશની અગ્રગણ્ય ઓટો કંપનીઓ દ્વારા તેઓના ઉત્પાદનો જેવા કે કાર, ટુ વ્હીલર્સ, કોમર્શિયલ વ્હીકલ્સ, ઓટો એસેસરીઝ, સ્પેરપાટર્‌સ તથા વર્કશોપને લગતી મશીનરી અને ટુલ્સ પ્રદર્શિત કરવામાં આવશે. કાર સેગમેન્ટ, ટુ વ્હીલર સેગમેન્ટ, કોમર્શિયલ સેગમેન્ટ, એન્સીલરીઝની 70થી વધુ બ્રાન્ડ્‌સ દ્વારા ભાગ લેવામાં આવ્યો છે. પેટ્રોલ ડીઝલ વ્હીકલ, હાઇબ્રીડ વ્હીકલ, પ્લગ ઇન હાઇબ્રીડ વ્હીકલ, ઈલેક્ટ્રીક વ્હીકલ જોવા મળે છે.

વિન્ટેજ કાર કલેક્શન

2/4
image

દુનિયાની સૌથી પહેલી માસ પ્રોડક્શન કાર મોડલ ફોર્એડ ટી પણ ડિસ્પ્લેમાં છે અને એ જ રીતે દુનિયાની સૌથી પોપ્યુલર કાર વોલ્સ વેગન કાર ડિસ્પ્લેમાં મૂકવામાં આવી છે. કુલ સાત જેટલી વિન્ટેજ કાર અહીં મૂકવામાં આવી છે. 1921માં અમેરિકામાં બનેલી ફોર્ડ ટી મોડલ,1930 અમેરિકામાં બનેલી ફોર્ડ એ પેન્થોન મોડલ સહિતની સાત વિન્ટેજ કાર મૂકવામાં આવી છે.

4 લાખથી લઈને રૂપિયા સાડા 4 કરોડ સુધીની કાર

3/4
image

ઓટો એક્ષ્પોના ચેરમેન મેહુલ દેસાઈએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શન પશ્ચિમ ભારતનું સૌથી મોટું કમ્પોઝીટ ઓટો એકઝીબીશન ગણાય છે. આ એક્ષ્પોમાં રૂપિયા સાડા 4 લાખથી લઈને રૂપિયા સાડા 4 કરોડ સુધીની કાર અને રૂપિયા 40 હજારથી લઈને રૂપિયા 40લાખ સુધીની મોટર સાયકલનું પ્રદર્શન થઈ રહયું છે.   

4/4
image

પશ્ચિમ ભારતના સૌથી મોટા કમ્પોઝીટ ઓટો એકઝીબીશનમાં ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીની વિવિધતા જોવા મળશે, તમામ સેગમેન્ટમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્‌સ દ્વારા પોતાના ઇલેકટ્રીકલ વ્હીકલ તથા હાઇબ્રીડ વ્હીકલનું પ્રદર્શન કરાયું છે. આ ઇલેકટ્રીક અને હાઇબ્રીડ વ્હીકલનું વિશાળ પ્રદર્શન છે. પેસેન્જર વ્હીકલ્સ, ટુ વ્હીલર્સ, કોમર્શિયલ વ્હીકલ્સ જોવા મળેછે.ઓટોમોબાઇલ ક્ષેત્રમાં નવી ટેકિનકો અને વલણોનું અન્વેષણ કરવાની શ્રેષ્ઠ તક છે.