તેજસ મોદી/સુરત: પાંડેસરા જીઆઇડીસી વિસ્તારમાં આવેલી કેમિકલ એસિડ ફેક્ટરીમાં ભિષણ આગની ઘટનામાં એક કર્મચારી આગમાં ભથ્થું થઇ જતાં ફેકટરી ની ઘોર બેદરકારી છતી થવા પામી છે. ઘટનામાં જ્યારે બે લોકો હાલ હોસ્પિટલના બિછાને સારવાર હેઠળ છે જોકે અન્ય એક કર્મચારી હાલ પણ લાપતા હોવાનું જાણવા મળે છે. નિયમોને પણ ઘોળીને પી ગયેલ ફેકટરી માલિક દ્વારા ફાયરની કોઈ પણ પ્રકારે એનઓસી મેળવવામાં આવી નહોતી. ત્યારે આ ઘટનાને લઈ ફેકટરી માલિકો દ્વારા ઘટના પર પડદો પાડવાના પણ પુરા પ્રયાસ કરવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉદ્યોગપતિઓ માટે ભાવનગરમાં રહેવું બન્યું મુશ્કેલ, 24 કલાકમાં બીજી ઘટનાથી ચકચાર...


આ ઘટના અંગે સુરત મનપા તેમજ પાંડેસરા પોલીસ હાલ તપાસ હાથ ધરી છે. પાંડેસરા જીઆઇડીસી ખાતે આવેલ એસીટો કેમ નામની કેમિકલ એસિડ ફેકટરીમાં સવારના બાર વાગ્યાના આસપાસ ભીષણ આગનો કોલ સુરત ફાયર ને મળ્યો હતો. દરમ્યાન આગ વધુ વિકરાળ બનતા ફાયરની 25થી વધુ ગાડીઓ તેમજ શહેરના તમામ ફાયર મથકોની ગાડીઓ સહિતના કાફલાને ઘટના સ્થળે દોડાવવામાં આવ્યો હતો. જો કે ઘટના સ્થળે પોહચેલ ફાયરની ટીમે આગ પર કાબુ મેળવવો ખુબજ મુશ્કેલ બન્યું હતું. ફેકટરીમાં રહેલ સલ્ફરિક નાઈટ્રિક નામના એસિડ ટેન્કમાં લીકેજ થવાના કારણે અચાનક મોટી આગ ફાટી નીકળી હતી. જેના કારણે એસિડનો સ્મોક આસપાસના વિસ્તારોમાં પ્રસરતા લોકોના શ્વાસ પણ રૂંધાવા લાગ્યા હતા. આગના પગલે ફેકટરી માં નાસભાગ અને અફરાતફરી મચી ગઇ હતી. 


ખેતરની ઓરડીમાં યુવતી સાથે બળજબરી, તાબે ન થઇ તો કર્યું એવું કે...


જ્યાં ફાયર વિભાગના જવાનોએ માસ્ક અને ઓક્સિજન સ્પોર્ટ સિલિન્ડરની મદદથી આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા. આગના પગલે આસપાસના લોકોમાં પણ ભયનો માહોલ વ્યાપી ગયો હતો. જ્યાં તાત્કાલિક પોલીસે સ્થળ પર પોહચી આશરે અડધો કિલો મીટર સુધીનો માર્ગ પણ અવરજવર માટે બંધ કરાવી દીધો હતો. બીજી તરફ સુરત ફાયર વિભાગના જવાનોએ સતત પાણીનો મારો ચલાવી બે કલાકથી વધુની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. પરંતુ પાણી અને એસિડ એકસાથે ભળી જવાના કારણે બળતરા જેવી સ્થિતિનો સામનો ફાયરના જવાનોએ કરવો પડ્યો હતો. એસિડ યુક્ત કેમિલવાળા પાણીમાંથી પસાર થવા ફાયરના જવાનોએ ગમ બુટ પહેરવા મજબુર બનવું પડ્યુ હતું. ભીષણ આગના પગલે કેમિકલયુક્ત ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી પ્રસરી ગયા હતા. 


કોરોનાનો કહેર: ચીન અને જાપાન બાદ હવે ઇરાનમાં પણ ફસાયા 300 ભારતીય નાગરિક


જેની અસર આશરે બે કિલોમીટર સુધી લોકોમાં શ્વાસ રૂંધાવાની સમસ્યા જોવા મળી હતી. આગ પર કાબુ મેળવ્યા બાદ કુલિંગની કામગીરી ફાયર દ્વારા હાથ ધરવામાં આવી. ત્યાં બીજી તરફ નિયમોને ઘોળીને પી ગયેલ ફેકટરી માલિક દ્વારા કોઈ પણ ફાયરની એનઓસી લેવામાં આવી ન હતી. જ્યાં ફેકટરી મલિકની બેદરકારી પણ સ્પષ્ટ છતી થઈ હતી. સમગ્ર ભીષણ આગની ઘટના બન્યા બાદ ફેકટરીમાં કામ કરતા અમનસિંઘ નામના કર્મચારીએ ત્રીજા માળેથી પોતાનો જીવ બચાવવા કૂદકો મારી દીધો હતો. જ્યાં તેને તાત્કાલિક સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સદનસીબે ઘટનામાં તેનો ચમત્કારીક બચાવ પણ થયો હતો. પરંતુ પગના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. આ સાથે જ કંપનીમાં કામ કરતા અન્ય એક કર્મચારીનો મૃતદેહ આગમાં ભડથું થઈ ગયો હતો. 


ટ્રમ્પની મુલાકાત વખતે થઇ હતી કોન્સ્ટેબલની હત્યા! તપાસ બાદ થયો મોટો ઘટસ્ફોટ


કુલિંગની કામગીરી વેળાએ કર્મચારીનો મૃતદેહ મળી આવતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. બાદમાં પાંડેસરા પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટ -મોર્ટમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. એસિડયુક્ત કેમિકલના સ્મોકથી આમોદ નામનો કર્મચારી ગૂંગળામણથી બેભાન થઈ ગયો હતો. જેને પણ ખાનગી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ફેકટરી માલિકની બેદરકારી ના પગલે એક કર્મચારીએ પોતાનો જીવ ગુમાવ્યો ,જ્યારે અન્ય બે હોસ્પિટલના ખાટલે પડવાનો વારો આવ્યો.ત્યારે આ ઘટનામાં હવે તંત્ર ફેકટરી માલિક સામે શુ પગલાં ભરે છે તે જોવું રહ્યું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube