ખેતરની ઓરડીમાં યુવતી સાથે બળજબરી, તાબે ન થઇ તો કર્યું એવું કે...

વાસણા નાનોદરાની સીમમાં હાલમાં જ 20 વર્ષીય યુવતી થયેલી હત્યાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખી એક આરોપીની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, છેડતી કરવાના ઇરાદે ખેતરમાં ગયેલા હત્યારાનો યુવતીએ પ્રતિકાર કરતા કોદાળીના ઘા ઝીંકી ક્રુરતાપૂર્વક હત્યા કરી હતી.

ખેતરની ઓરડીમાં યુવતી સાથે બળજબરી, તાબે ન થઇ તો કર્યું એવું કે...

મૌલિક ધામેચા/ અમદાવાદ:  બાવળાના વાસણા નાનોદરાની સીમમાં હાલમાં જ 20 વર્ષીય યુવતી થયેલી હત્યાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખી એક આરોપીની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, છેડતી કરવાના ઇરાદે ખેતરમાં ગયેલા હત્યારાનો યુવતીએ પ્રતિકાર કરતા કોદાળીના ઘા ઝીંકી ક્રુરતાપૂર્વક હત્યા કરી હતી. પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ છે ધર્મેન્દ્ર પટેલ. વાસણા નાનોદરા ગામમાં જ રહેતા આરોપીએ તેના જ ગામની એક યુવતીની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હોવાનો આરોપ ધર્મેન્દ્ર પટેલ પર લાગ્યો છે. જોકે બાવળા પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. વિકૃત માનસિકતા ધરાવતા ધર્મેન્દ્ર પટેલે અગાઉ પણ બે મહિલાઓની છેડતીનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. જો કે આ અંગે કોઈ પણ પ્રકારની પોલીસ ફરિયાદ નહોતી નોંધાઇ નહોતી.

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર, ગત 24 ફેબ્રુઆરીના રોજ યુવતી પોતાના ઘરે એકલી હતી. આ એકલતાનો લાભ લેવા આરોપી ધર્મેન્દ્ર પટેલ યુવતિના ખેતરમાં પહોંચ્યો હતો. અવારનવાર ખેતરની આસપાસ અવર-જવર કરતી મહિલાઓને પોતાનો હવસનો શિકાર બનાવવાની પેરવીમા રહેતો. જો કે યુવતીના ખેતરમાં આવેલી ઓરડીમાં પરિવારજનો ન હોવાનો લાભ લેવા દાતણ લેવાના બહાને આરોપી ધર્મેન્દ્ર પહોંચ્યો હતો. યુવતી સાથે જબરજસ્તીથી છેડતી કરવા લાગ્યો. જો કે યુવતીએ ધર્મેન્દ્ર પટેલનો પ્રતિકાર કર્યો એટલે  થોડી વાર બંને વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. જેની દાજ રાખી ખેતરમાં જ પડેલી કોદાળીથી યુવતીને સંખ્યાબંધ ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી હતી. આસપાસ કોઈ નજરે ન પડતા ફરાર થઈ ગયો હતો. જોકે બનાવ અંગે પરિવારને જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. બાવળા પોલીસે અલગ અલગ ટીમ બનાવી હત્યારાને શોધવા અનેક યુક્તિ પ્રયુક્તિથી આરોપી સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા હતા.

આખરે પોલીસને મળેલી ચોક્કસ હકીકતના આધારે વાસણા નાનોદરા ગામમાંથી ધર્મેન્દ્ર પટેલને ઝડપી પૂછપરછ કરતા ભાંગી પડયો હતો. આરોપીએ પોતે હત્યાને ગુનાને અંજામ આપ્યાનું કબુલાત કરી હતી. ઉલ્લેખનીય છે કે ઘટના બાદ તપાસ કરતા પોલીસ ડોગ પણ આરોપી ધર્મેન્દ્રના ઘર સુધી લઈ શંકાની સોય મજબુત કરી હતી. જેને પગલે પોલીસે આરોપીની ધરપકડ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મહત્વનું છે કે યુવતીની એકલતાનો લાભ લેવા જતા યુવતીએ તેનો પ્રતિકાર કરતા જીવ ગુમાવ્યો પણ આવા માનસિક વિકૃત શખ્સના તાબે ના થવા હિંમત બતાવી. ત્યારે જોવાનું એ રહ્યું કે પોલીસ આરોપીને હત્યાના ગુનામાં શુ સજા અપાવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news