સુરતઃ સામાન્ય બાબતમાં એક મિત્રએ બીજા મિત્ર પર હથિયારો સાથે કર્યો હુમલો
બેન્કની લોનના હત્યા ન ભરી શકવાને કારણે એક મિત્રએ બીજા મિત્ર પર હુમલો કર્યો હતો. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.
ચેતન પટેલ/સુરતઃ સુરતના બે રોડ વિસ્તારમાં એક મિત્રએ પોતાના સાથીદારો સાથે મળી અને એક મિત્ર પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. હુમલાની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પોલીસે હુમલાનું જ્યારે કારણ જાણ્યું ત્યારે તેઓ પણ ચોંકી ગયા હતા. ઇજાગ્રસ્ત યુવાનને લોન લીધેલી બાઈકના હપ્તા નહિ ભરતા ગેરેન્ટર તરીકે રહેલા મિત્ર પાસે બેન્ક હપ્તા ની ઉઘરાણી કરી રહી હતી.
સુરતના વેડ રોડ વિસ્તાર ખાતે આવેલા બહુચર નગરમાં રહેતો ચિરાગ પરમાર નોકરી કરી પરિવારજનોનું ગુજરાન ચલાવે છે. થોડા મહિના પહેલા તેને ટુ વ્હીલર લોન પર લીધું હતું. જેમાં પોતાના મિત્ર રાજન રાઠોડ અને રમીલા રાઠોડને ગેરેન્ટરમાં મુક્યા હતા. પરંતુ બેંકના હપ્તા નહિ ભરતા બેંક દ્વારા ઉઘરાણી ગેરેન્ટર પાસે કરવાની શરૂ કરાઇ હતી. જેથી મિત્ર રાજન વારંવાર ચિરાગને હપ્તા ભરવાનું કહેતો હતો પરંતુ ચિરાગ દ્વારા EMI નહીં ભરાતા આખરે કંટાળીને મિત્ર રાજને પોતાના અન્ય સાથીઓ સાથે મળી ચિરાગ ઉપર હુમલો કરી દીધો. રાજન અને તેના અન્ય સાથીઓ જ્યારે ચિરાગ ને માર મારી રહ્યા હતા તે સ્થળે સીસીટીવી આખી ઘટના કેદ થઈ ગઈ હતી.
વલસાડના પારડી તાલુકામાં વીજ કરંટ લાગતા એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત
ચિરાગે આ સમગ્ર ઘટના અંગે કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી ફરિયાદના આધારે અને સીસીટીવી ફૂટેજ ના આધારે આખરે પોલીસે રાજન રાઠોડ સહિત તેના અને એક સાથીની ધરપકડ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર