Two Girls Molested In Surat: સુરત શહેરમાં શરમજનક ઘટના મંગળવારે બની હતી. સુરતમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે અને સુરતમાં કાયદા અને વ્યવસ્થાનો ખૌફ ઉડી ગયો હોય તેવો વધુ એક પુરાવો મળ્યો છે. સુરતમાં મહિલા ગરિમા સાથે સરેઆમ ખિલવાડ થતા દ્રશ્યો જોવા મળ્યયા હતા. જ્યાં એક યુવક દ્વારા મહિલાઓની છેડતી કરવામાં આવી હતી. પરંતુ ગણતરીની કલાકોમાં પોલીસે આ આરોપીને ઝડપી લીધો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું હતી ઘટના
સુરતના ઉધનામાં આવેલી એક સોસાયટીના સીસીટીવી થયા વાયરલ અને આ વાયરલ સીસીટીવીએ ચકચાર મચાવી દીધી કેમકે આ સીસીટીવીમાં એક નરાધમ સગીરાઓની સરાજાહેર છેડતી કરતો દેખાઈ રહ્યો હતો..જેને શોધવા પોલીસે આકાશ પાતાળ એક કર્યા અને આખરે તેને ઝડપવામાં પોલીસને સફળતા મળી છે..


સુરતના ઉધના વિસ્તારમાં આઠમી ડિસેમ્બરના રોજ બે બાળકીની સાથે છેડતી થઈ હતી આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી જે રીતે આ ગંભીર ઘટના બની હતી ત્યારબાદ ઉધના પોલીસ દોડતી થઈ ગઈ હતી આ મામલાની તપાસ કરતા ઉધના પોલીસે અંદાજિત 700થી વધુ સીસીટીવી ફૂટેજના આધારે આરોપી સુધી પહોંચી હતી અને આરોપી અરમાનની ધરપકડ કરી હતી સૌથી મહત્વની વાત એ છે કે અરમાનનો ડાબો હાથ થોડો વાંકો હોવાના કારણે પોલીસ તેની સુધી પહોંચી હતી.


લવ જેહાદી સુધરી જજો, નહીં તો ચાલશે 'દાદા'નો ડંડો! દીકરીને હેરાન કરી તો હવે ખેર નહીં


તો આખરે નરાધમ પોલીસ સકંજામાં આવતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે કેમકે જે પ્રકારે કોઈના પણ ડર વગર આ હેવાન યુવક યુવતિઓની છેડતી કરતો હતો તેને લઈને શહેરમાં મહિલા સુરક્ષા પર પણ સવાલો ઉભા થવા લાગ્યા હતા જો કે હાલ તો આ નરાધમને પકડીને તેના વિરુધ્ધ કડક કાર્યવાહી કરવાની શરુ કરી દેવાઈ છે.