‘પુષ્પા-2’માં ફહદ ફાઝિલે જબરદસ્ત રંગ રાખ્યો! જાણો જબરદસ્ત રેટિંગવાળી બીજી કઇ ફિલ્મ છે?

Fahadh Fazil: અલ્લુ અર્જુનની પુષ્પા 2 ફિલ્મ બોક્સ ઓફિસ પર જબરદસ્ત ચાલી રહી છે. પુષ્ષા 2માં વિલનની ભૂમિકામાં જોવા મળેલ ફહદ ફાઝિલ અન્ય ફિલ્મો પણ ખૂબ જ દમદાર છે.  

‘પુષ્પા-2’માં ફહદ ફાઝિલે જબરદસ્ત રંગ રાખ્યો! જાણો જબરદસ્ત રેટિંગવાળી બીજી કઇ ફિલ્મ છે?

Fahadh Fazil: અલ્લુ અર્જુનની પુષ્પા 2 ફિલ્મ બોક્સ ઓફિસ પર જબરદસ્ત ચાલી રહી છે. દર્શકોના બહોળા પ્રતિસાદની સાથે આ ફિલ્મે કરોડો રૂપિયાની કમાણી કરી છે. આ જ મૂવીમાં એક વિલને રંગ રાખ્યો છે. તેનું નામ છે ફહદ ફાઝિલ. ફહદ ફાઝિલ આ મૂવીનો જ એક ભાગ છે. 

પુષ્પા 2ની કમાણી
પુષ્પા 2ની વાત કરીએ તો બોક્સ ઓફિસ પર 2 દિવસમાં જ 417 કરોડનો બિઝનેસ કરી ચૂકી છે. તેની સામે ભારતમાં આ ફિલ્મનું કલેક્શન 265 કરોડ રૂપિયા થઇ ચૂક્યું છે. ત્યારે વાત કરીએ ફહદ ફાઝિલની અન્ય ફિલ્મો, જે એકવખત જોવા જેવી છે.

Add Zee News as a Preferred Source

ફહદ ફાઝિલની અન્ય ફિલ્મો
વર્ષ 2020માં રીલિઝ થયેલી  ‘ટ્રાંસ’ ફિલ્મમાં ફહદ ફાઝિલે જબરદસ્ત અભિનય કર્યો છે. તે આ મૂવીમાં હીરોના કિરદારમાં છે. આ ફિલ્મની કહાની દમદાર છે. જે ફહદ ફાઝિલની આસપાસ જ ફરતી હોય છે. આ મૂવીમાં ફહદની એક્ટિંગ જોઇને તમે પણ તેના ફેન થઇ જશો. 

ફહદ ફાઝિલની પોપ્યુલર મૂવીમાંથી ટ્રાંસ એક અનોખી ફિલ્મ છે. જેનું ડિરેક્શન અનવર રશીદ કર્યું છે. જો તમારે પણ આ ફિલ્મ હિંદી ભાષામાં જોવી છે તો ઓટીટી પ્લેટફોર્મ અમેઝૉન પ્રાઇમી વીડિયો પર અવેલેબલ છે. IMDB પર ફહદની આ ફિલ્મને 10 માંથી 7.3 રેટિંગ મળ્યા છે. દર્શકોએ પણ આ ફિલ્મને ખૂબ જ પસંદ કરી છે અને હકીકતમાં આ ફિલ્મ એક વખત જોવા જેવી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
DIPAK CHAVDA

2018થી મીડિયા સાથે જોડાયેલા છે, બિઝનેસ, નેશનલ, ઈન્ટરનેશનલ, ક્રાઈમ, રાજનીતિ સહિત અનેક કેટેગરીમાં કામ કરે છે અને લોકોને માહિતી પુરી પાડે છે. હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

...और पढ़ें

Trending news