અમીરગઢ હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત ત્રણ ગંભીર રીતે ઘાયલ
નેશનલ હાઇવે પર રવિવારે મોડી સાંજે વધારે એક અકસ્માતની ઘટના બની હતી. ટ્રક અને કાર વચ્ચે ગોઝારો અકસ્માત થયો હતો. અકસ્માતમાં ગાડીમાં સવાર 4 લોકો પૈકી 3ને ગંભીર ઇજાઓ થઇ હતી. જે તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે ગાડીનો આગળના ભાગના ફુરચે ફુરચા ઉડી ગયા હતા.
બનાસકાંઠા : નેશનલ હાઇવે પર રવિવારે મોડી સાંજે વધારે એક અકસ્માતની ઘટના બની હતી. ટ્રક અને કાર વચ્ચે ગોઝારો અકસ્માત થયો હતો. અકસ્માતમાં ગાડીમાં સવાર 4 લોકો પૈકી 3ને ગંભીર ઇજાઓ થઇ હતી. જે તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે ગાડીનો આગળના ભાગના ફુરચે ફુરચા ઉડી ગયા હતા.
ઠાકોરને ઠોકર જરૂર વાગી પરંતુ હવે પગ ડગમગશે નહી, ઇમાનદારી અને ખુમારી હજી અકબંધ છે
અમીરગઠ નેશનલ હાઇવે પર આરાસુરી ગોળાઇ પાસે મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો. રાજસ્થાન તરફતી આવી રહેલી ગાડી ટ્રકની પાછળ ઘુસી ગઇ હતી. જેના પગલે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં કારનો કચ્ચરઘાણ નિકળી ગયો હતો. આ બનાવના પગલે સ્થાનિક અને રાહદારી લોકો દ્વારા તત્કાલ રાહત અને બચાવકામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત સ્થાનિક તંત્રને ઘટના અંગે માહિતી મળતા તંત્ર પણ દોડી આવ્યું હતું. પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી.
હાઇકોર્ટે પોલીસ'ખાતા' ની ઝાટકણી કાઢી, ASP અને સ્થાનિક પોલીસ વિરુદ્ધ કાર્યવાહીનો આદેશ આપ્યો
આ અકસ્માતમાં ગાડીના ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જે તમામને ગાડીમાંથી બહાર કાઢીને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યારે મૃતક વ્યક્તિનું પોસ્ટમોર્ટમ સહિતની કાયદાકીય કામગીરી હાથ ધરવામાં આવી હતી. જ્યારે અન્ય ત્રણ લોકોની સારવાર ચાલી રહી હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube