ઠાકોરને ઠોકર જરૂર વાગી પરંતુ હવે પગ ડગમગશે નહી, ઇમાનદારી અને ખુમારી હજી અકબંધ છે
Trending Photos
અમદાવાદ : ગુજરાતનાં ત્રણ અલગ અલગ જાતીગત યુવા ચહેરાઓ પૈકીનો એક ચહેરો અલ્પેશ ઠાકોરે ચૂંટણી નજીક છે ત્યારે ખુબ જ સુચક નિવેદન આપ્યું હતું. અલ્પેશ ઠાકોર પણ સામાજિક આંદોલન થકી જ રાજકારણમાં પ્રવેશ્યો હતો. જો કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે હાર્દિક પટેલ સક્રિય થયા બાદ જીગ્નેશ મેવાણી પણ અપક્ષ ઉમેદવારમાંથી કોંગ્રેસમાંજોડાઇને સક્રિય થયો છે. તેવામાં ભાજપમાં હાંસીયામાં ધકેલાઇ ચુકેલા અલ્પેશ ઠાકોરે સોશિયલ મીડિયામાં સુચક નિવેદન આપ્યું. અલ્પેશે લખ્યું કે, સમયની રાહ જોઇ રહ્યો છું, બે વાર પડ્યો પરંતુ ત્રીજીવાર નહી પડું.
અલ્પેશ ઠાકોરે વીડિયોના માધ્યમથી પોતાના ટેકેદારોને કહ્યું કે, દોસ્તો મર્યા પહેલા ઇતિહાસ રચીને જવાનો છું. નબળો નથી થયો, મનથી પણ નથી હાર્યો હું હજી એવોને એવો અડીખમ અને મજબુત છું. એકવાર પડ્યો, બે વાર પડ્યો પરંતુ ત્રીજી વાર પડીશ નહી કે પડવા પણ નહી દઉ. દોસ્તો મારે તમને માત્ર એટલું જ કહેવું છે કે, ભરોસો રાખજો, દિલમાં ઇમાનદારી એવીને એવી જ છે. ખુમારી પણ એવીને એવી જ છે.
પક્ષપલટો કર્યા બાદ રાધનપુર બેઠક પર હાર થઇ હતી. અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથીરાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા. ભાજપ દ્વારા રાધનપુર બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીમાં અલ્પેશ ઠાકોરને ટિકિટ આપી હતી. જો કે કોંગ્રેસના રઘુ દેસાઇ સામે તેનો પરાજય થયો હતો. અત્રે નોંધનીય છે કે, અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલ સહિતના યુવા નેતાઓ કોંગ્રેસમાં જોડાયા હતા. જ્યારે જીગ્નેશ મેવાણી અપક્ષ ચૂંટણી લડી હતી. અલ્પેશે પક્ષ પલટો કરીને ભાજપમાં પ્રવેશ તો કર્યો પરંતુ ધારાસભ્ય તરીકે હાર મળી. જેના કારણે ભાજપમાં આવ્યા બાદ તેઓ કદ એટલા વેતરાઇ ગયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે