અમદાવાદ : શેઠની શિખામણ ઝાંપા સુધી કહેવત કદાચ સાચી ઠરી છે. બીઆરટીએસ અકસ્માત હાલ સમગ્ર ગુજરાતનો સળગતો મુદ્દો બન્યો છે. ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પણ આ મુદ્દે સંજ્ઞાન લેવું પડ્યું હતું. આજે રાજ્યનાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બીઆરટીએસ અકસ્માતને નિવારી શકાય તે માટે અલગ કમિટીની રચનાથી માંડીને કેટલાક સ્થળ પર પોતે જઇને પરિસ્થિતીનો તાગ મેળવશે તે પ્રકારનું આયોજન કરાયું હતું. જો કે કલાકો પછી બીઆરટીએસની બસે એક કારને અડફેટે લીધી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લાંચિયા સાવધાન! ACBની ટ્રાફીક શાખા પર બાજ નજર, 100 રૂપિયા માટે જઇ શકે છે નોકરી!
પાટણ: પહેલા પાણી જ પાણી હવે પાણી નહી મળતા ખેડૂતોને થઇ રહી છે પરેશાની
શહેરનાં દુધેશ્વર બ્રિજ પર બીઆરટીએસ બસે એક કારને અડફેટે લીધી હતી. જો કે આ અકસ્માતમાં કોઇ ઇજા થઇ નહોતી. પરંતુ ટક્કરને કારણે ગાડી ડીવાઇડર પર ચડી ગઇ હતી. ગાડીમાં રહેલા એક વ્યક્તિને સામાન્ય ઇજા પહોંચી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સુભાષબ્રિજ પર કામ ચાલતું હોવાનાં કારણે દધીચીબ્રીજ પર ટ્રાફીકની સમસ્યા ખુબ જ રહે છે. તેવામાં અકસ્માત સર્જાતા ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે તત્કાલ ઘટના સ્થળે પહોંચીને ટ્રાફીક હળવો કરાવ્યો હતો. જો કે બીઆરટીએસ બસનો વધારે એક અકસ્માત થતા તંત્ર દોડતું થયું હતું. ઘટના સ્થળે ન માત્ર પોલીસનો પરંતુ પોલીસ વાહનોનો ખડકલો થઇ ગયો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube