લાંચિયા સાવધાન! ACBની ટ્રાફીક શાખા પર બાજ નજર, 100 રૂપિયા માટે જઇ શકે છે નોકરી!
રાજ્ય સરકાર દ્વારા ટ્રાફિકના નિયમોના ભંગ બદલ દંડની રકમમાં જંગી વધારો કરવામાં આવ્યો છે
Trending Photos
જાવેદ સૈયદ/અમદાવાદ: રાજ્ય સરકાર દ્વારા ટ્રાફિકના નિયમોના ભંગ બદલ દંડની રકમમાં જંગી વધારો કરવામાં આવ્યો છે. તો બીજી તરફ કેટલાક કિસ્સાઓમાં દંડની રકમથી બચવા ટ્રાફિક પોલીસ દ્વારા લાંચની માંગણી કરવામાં આવે છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાં પ્રકાશમાં આવ્યો છે. જેમાં ટેમ્પો ચાલકને મેમોના આપવાને બદલે લાંચ લેતા LRD જવાન અને TRB જવાન ઝડપાયા છે.
શહેરના વૈષ્ણવદેવી સર્કલ પાસે આવેલ એસ.જી.-૧ના ટ્રાફિકબૂથ પાસે લોકરક્ષણ દળના કલેપશ કોડિયાતર અને TRBના અરુણ પટણી નામના કર્મી ફરજ બજાવી રહ્યા હતા. દરમિયાનમાં માલ-સમાન ભરેલો ટેમ્પો ત્યાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે તેને રોકી તેની પાસે 200 રૂપિયા લાંચ પેટે લેવામાં આવ્યા હતા. જેની કાયદેસરની પહોંચ આપવા આવી નહોતી. આ મામલે ACB દ્વારા અગાઉથી જ ડિકોય ગોઠવવામાં આવી હતી.
બંને કર્મીઓને લાંચ લેતા ઝડપી લેવામાં આવ્યા હતા. હાલ બંને આરોપીઓની ધરપકડ કરી ACB દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જો કે મહત્વની વાત એ છે કે નવા નિયમો પ્રમાણે દંડની જોગવાઈ વધતા લાંચ લેવાનું પ્રમાણ વધ્યું છે. જે અંગે ACB પાસે અરજીઓ પણ આવે છે. જેને લઈને ACB દ્વારા શહેરમાં આગામી દિવસોમાં વધુ ડિકોય ગોઠવવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે