સુરતમાં આપના નેતાને ભાજપમાં જોડાવા દબાણ કરતો વધારે એક ઓડિયો વાયરલ
ભારતીય જનતા પાર્ટી દ્વારા અગાઉ આપમાં ગાબડું પાડવામાં આવ્યું છે. તેવામાં હજી પણ બીજા સભ્યો આપમાં જોડાય તેવી શક્યતા જોવાઇ રહી છે. તેવામાં વધારે એક આપ નેતાઓને તોડવા માટેનું ષડયંત્ર હોય તેવા પ્રકારનો એક ઓડિયો વાયરલ થઇ રહ્યો છે. આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને ખરીદવા અને તોડવાના પ્રયાસોનો વધારે એક ઓડિયો હાલ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
સુરત : ભારતીય જનતા પાર્ટી દ્વારા અગાઉ આપમાં ગાબડું પાડવામાં આવ્યું છે. તેવામાં હજી પણ બીજા સભ્યો આપમાં જોડાય તેવી શક્યતા જોવાઇ રહી છે. તેવામાં વધારે એક આપ નેતાઓને તોડવા માટેનું ષડયંત્ર હોય તેવા પ્રકારનો એક ઓડિયો વાયરલ થઇ રહ્યો છે. આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને ખરીદવા અને તોડવાના પ્રયાસોનો વધારે એક ઓડિયો હાલ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
ભાજપના યુવા મોરચાના કાર્યકર્તા ભાવેશ ઝાંઝડીયા દ્વારા આપના કોર્પોરેટરને લાલચ આપી હતી. આજે ફરી એકવાર આપના કોર્પોરેટરોને ખરીદવા માટે ટેલિફોનિક વાતચીત થઈ હતી. જેનો ઓડિયો આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષના નેતા દ્વારા વાઈરલ કરવામાં આવ્યો છે. વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું કે, કોર્પોરેશનના કોર્પોરેટરોને ભાજપ દ્વારા લોભ લાલચ આપીને પોતાના પક્ષ તરફ લઈ જવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
જો કે અમારા પક્ષમાં આવા ઘણા કોર્પોરેટરો છે કે, જેવો ખૂબ જ પ્રામાણિક છે. તેઓ લોકોએ મૂકેલા વિશ્વાસને ટકાવી રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભાવેશ યુવા મોરચા સાથે સંકળાયેલો છે. ભાજપના દિગ્ગજ નેતાઓ સાથે તેના સંપર્ક પણ સારા છે. અમારો પક્ષ આવા તત્વોને કારણે વધુ મજબૂત બની રહ્યો છે. અમારે પ્રામાણિકતા ઉપર જ પ્રશ્નો ઊભા કરવામાં આવી રહ્યા છે. તેનો અમે છેદ ઉડાવી રહ્યા છે.
ભાવેશ ઝાંઝડીયા પાટીદાર અનામત આંદોલન સંઘર્ષ સમિતિમાં સક્રિય જોવા મળ્યો હતો. સુરત પાસની ટીમમાં પણ તેની મહત્વની ભૂમિકા હતી. હાર્દિક પટેલ, અલ્પેશ કથેરિયા, ધાર્મિક માલવિયા અને વિષ્ણુ પટેલ સાથે તેના ખૂબ જ સારા સંબંધો છે. અનામત આંદોલન બાદ તે ભારતીય જનતા પાર્ટીના નેતાઓના વધારે સંપર્કમાં આવીને તેમની નજીક જવાનો પ્રયાસ કર્યો હતો.